મુખ્યત્વે જમણા હાથની દુનિયામાં ડાબા હાથના તફાવતો અને વિશિષ્ટતાની ઉજવણી માટે 13 ઓગષ્ટના રોજ આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ એટલે કે ’ઈન્ટરનેશનલ લેફટ હેન્ડર્સ ડે’ ઉજવવામા આવે છે. આ દિવસ આઈ.એન.સી.ના સ્થાપક ડીન કેમ્પબેલએ 1976માં પ્રથમ વખત આ દિવસના ઉજવણીની પહેલ કરી હતી. આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ સિનિટ્રાલિટી દર્શાવવાને તેમના ફાયદા અને ગેરફાયદાને પ્રકાશિત કરવા માટે ખાસ તો આ દિવસની ઉજવણી થાય છે.
આ દિવસ ડાબા હાથના લોકો દ્વારા પડતા પડકારોને પણ પ્રકાશિત કરે છે, ઉદાહરણ તરીકે, ડાબા હાથના બાળકોની વિશેષ જરૂરીયાતોને સંબોધવાનું મહત્વ અને ડાબોડી લોકો સ્કિઝોફેનેયા વિકસાવે તેવી શકયતા પણ ખરી ! નોંધનીય વાત તો એ છેકે, સ્ત્રીઓની સરખામણીમાં ડાબોળી લોકો પુરૂષોમાં વધુ જોવા મળે છે.
નોંધપાત્ર ડાબોડીઓની જો વાત કરીએ તો મહાત્મા ગાંધી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમેરીકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલન્ટન અને બરાક ઓબામા, પ્રિન્સ વિલિયમ, મધર ટેરેસા, ક્રિકેટર સચીન તેંડુલકર, અભિનેતા અમિતાભ બચ્ચન અને રજનીકાંત અને ઉદ્યોગપતિ રતન ટાટા, વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યુટન, ચિત્રકાર પાબ્લો પિકાસો, ફ્રેન્ચનેતા નેપોલિયન બોનાપાર્ટ અને મીડીયા વ્યકિતત્વ ઓપ્રા વિન્ફે પણ ડાબોડી છે.