સૌનો સાથ – સૌનો વિકાસના સંવાદ સાથે છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં જોડવાનું મહાઅભિયાન: ભાનુભાઈ મેતા
રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા-તાલુકાના અનુ.જાતિ મોરચાની બેઠક રાજકોટ જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતાની અધ્યક્ષતામાં તા મંત્રી વિનુભાઈ પરમાર, ધારાસભ્ય અને રાષ્ટ્રીય અનુ.જાતિ.મોરચાના મંત્રી ભાનુબેન બાબરિયા, ભીમ ગોષ્ઠીના ઇન્ચાર્જ ગૌતમભાઈ ગેડિયા, સતીષભાઈ ટુંડિયાની ઉપસ્િિતમાં યોજાઈ હતી.
આ તકે રાજકોટ જીલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઈ મેતાએ આગામી ચૂંટણીલક્ષી માહિતી તેમજ રાજકોટ જીલ્લા અને તાલુકામાં અનુ.જાતિ મોરચાની બેઠકોનો દોર તેમજ આગામી ચુંટણીને ધ્યાને લઇ રણનીતિની માહિતી આપતા કહ્યું હતું કે,સૌનો સા-સૌનો વિકાસ સો ભારતીય જનતા પાર્ટી વાદ નહિ સંવાદ સો છેવાડાના લોકોને મુખ્ય પ્રવાહમાં જોડીને રાષ્ટ્રનિર્માણનું કાર્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભિયાન શરુ કરેલ છે.
આ તકે જીલ્લા ભાજપ મંત્રી વિનુભાઈ પરમાર તા પ્રદેશ ભાજપ ભીમ ગોષ્ઠીના ઇન્ચાર્જશ્રી ગૌતમભાઈ ગેડિયાએ આગામી કાર્યક્રમોની માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આગામી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનએ સફાઈ કામદારોનું મહાસંમેલન અને તમામ તાલુકા મકો તેમજ નગરપાલિકા શહેરમાં સફાઈ કામદારોનુ સન્માન કાર્યક્રમ તેમજ તા.૨૪.૯.૧૭ના રોજ સૌરાષ્ટ્ર ઝોનનો રાજકોટ ખાતે અનુ.જાતિ મોરચાનો પ્રશિક્ષણ વર્ગ તા તા.૧.૧૦ થી ૫.૧૦ અનુ.જાતિ મોરચાની વિસ્તારક યોજના જેમાં અનુ.જાતિ મોરચાના કાર્યકર્તા તાલુકા મકોએ પ્રવાસ કરી સરકારની યોજનાઓની માહિતી આપશે તા તા.૫.૧૦એ બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર વિષયક ભીમગોષ્ઠીનો કાર્યક્રમ જીલ્લા પંચાયત સીટ દીઠ રાખવામાં આવેલ છે.તા.૧૫મી એ ડો.આંબેડકરજી પ્રબુદ્ધ નાગરિક પરિસંવાદ અને તા.૨૬.૧૧ એ સંવિધાન સંવાદ સન્માન યાત્રાઓ યોજીને સંવિધાન દિવસ મનાવવામાં આવશે.
ઉપરોક્ત કાર્યક્રમ દરમ્યાન ભારતીય જનતા પાર્ટીના અનુ.,જાતિ મોરચાના હોદેદારો કાર્યકર્તાઓ જીલ્લા તાલુકા મકોએ ગામડે-ગામડે ઘરે-ઘરે જઈ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે કરેલા વિકાસકાર્યોની માહિતી આપશે અને સરકાર દ્વારા ચાલતી કાર્યાન્વિત યોજનાઓની છેવાડાના લોકોને માહિતી આપી તેના શક્ય એટલા લાભો પ્રાપ્ત થાય તે અંગેની વિસ્તૃત જાણકારી આપશે.
ઉપરોક્ત બેઠકમાં રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, મોહનભાઈ દાફડા, રાજુભાઈ અઘેરા, હરેશભાઈ મકવાણા, મનસુખભાઈ ખુમાણ, જીતેન્દ્રભાઈ ચૌહાણ, બગડા ખીમજીભાઈ, મારું ચંપાબેન, ભાનુબેન પારઘી, લાખાભાઈ સાગઠીયા તા તાલુકાના પ્રમુખ-મહામંત્રીઓ,ન.પા., જી.પં. તા તા.પં.ના ચૂંટાયેલા સભ્ય તા ગ્રામપંચાયતના સરપંચઓ તા વિવિધ કાર્યકર્તાઓ ઉપસ્તિ રહ્યા હતા.