શિવ અને માતાજીની ઉપાસના કરતા લોકોએ બે મૂખી રૂદ્રાક્ષ ધારણ કરવો જોઇએ
બે મૂખી રૂદ્રાક્ષનું નામ છે. ઉમાશંકર બે મુખી રૂદ્રાક્ષ શિવશકિતનું સ્વરૂપ માનવામાં આવે છે. જે લોકો શિવ ઉપાસના કરે છે.માતાજીની ઉપાસના કરે છે. તેવોએ બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવો જોઈએ.
બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી આધ્યાત્મિક શકિત સાધનામાં લાભ મળે છે. મનની એકાગ્રતામાં વધારો થાય છે.જન્મકુંડળીમાં બુધ ગ્રહ નબળો હોય તો બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી લાભ મળે છે. માથાનો દુ:ખાવો થતો હોયતો બે મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી લાભ મળે છે.કોઈ પણ રૂદ્રાક્ષ ધારણ કરેલ હોય તેને દરરોજ અથવા અઠવાડીયામાં એકવાર ૐ નમ: શિવાયની માળા કરી અને મંદિરમાં શિવલીંગ પાસે રૂદ્રાક્ષ રાખી અને જલ ચડાવી ફરી ધારણ કરવો, આમ દરરોજ અથવા અઠવાડીયામાં એક વાર કરવું નિયમોનું પાલન કરવું રૂદ્રાક્ષ પૂર્ણ રીતે ફળ આપે જ છે.