ડો. શિયાલી રામામ્રીતા રંગનાથન (189ર-197ર) સંભવત: ર0મી સદીના મહાન ગ્રંથપાલ હતા. એક પ્રાધ્યાપક, ગ્રંથપાલ અને વિચારક તરીકે ગ્રંથાલય વિજ્ઞાનમાં તેમનું યોગદાન બીજા કરતાં અદ્વિતીય હતું, અને ભારતને કાયમી રીતે વિશ્વ ગ્રંથાલય વિકાસના તબક્કે મુકી દીધું.
ડો. રંગનાથન 9, ઓગષ્ટ 189રના રોજ મદ્રાસ, ભારતમાં જન્મ્યા હતા. પ્રથમ તેઓ ગણીતજ્ઞ તરીકે તાલીમ પામ્યા, યુનિવર્સિટી ઓફ મદ્રાસમાં ગણીતના વ્યાખ્યાતા બન્યા. 19ર4માં યુનિવર્સિટી કોલેજ ઈન લંડનમાં જઈ સમકાલીન લાયબ્રેરીયનશીપનો અભ્યાસ કરી આવવાની શરતે યુનિવર્સિટી ગ્રંથપાલની જગ્યા માટે તેમને દરખાસ્ત કરવામાં આવી. તેમના ઈંગલેન્ડના અભ્યાસ દરમ્યાન તેમણે દેશમાં આવેલ અગણીત જાહેર ગ્રંથાલય અને મહાવિદ્યાલય ગ્રંથાલયો ની મુલાકાતો લીધી, જેની મદદથી વર્ગીકરણ સુચિકરણ અને ગ્રંથાલય સેવાઓ જેવા ક્ષેત્રોમાં તેમના વિચારો કેન્દ્રીત કર્યા. માટે તેમની યાદમાં (1ર, ઓગસ્ટ)ના દિવસે સમગ્ર ભારતમાં નેશનલ લાઈબ્રેરીયન ડે ની ઉજવણી થાય છે.
ડો. રંગનાથને ગ્રંથાલયોને સમાજની વિસ્તૃત સાક્ષરતા વડે વિકાસ અને સમૃદ્ધિમાં મદદ કરનાર જરૂરી અંગ તરીકે બતાવ્યા, જે ગ્રંથાલય સેવાના ક્ષેત્રમાં અભ્યાસમાં તેમણે કેન્દ્રીત કયું. તેમણે ગ્રંથાલયોને સેવા અને બૌદ્ધિક ચર્ચાનાં સ્થળ તરીકે પણ બતાવ્યું અને એક વિદ્વાન કે જેમણે આ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ ચાલુ રાખ્યો અને એક શિક્ષક તરીકે એમ બંને રીતે ગ્રંથાલય કર્મીઓને સમજયા અને તેમના જ્ઞાનની સમાજના સભ્યો સાથે આપ લે કરી. ડો. રંગનાથને ગાણીતીય પશ્ચાદભૂને અને તેમની હિન્દુ અધ્યાત્મ વિદ્યામાં શ્રધ્ધા અને વિશ્લેષણ. સંયોજનની રીતને પાયામાં રાખીને પોતાનો અભ્યાસ કર્યો.
આ રીતમાં, તેમણે સંઘટીત વિલક્ષણોને તપાસ્યા, તેમના નિરીક્ષણથી નાના નાના ટુકડાઓમાં ભાગ પાડયા અને એક પધ્ધતિસર રીતે ટુકડાઓને ભેગા જોડવાનો પ્રયત્ન કર્યો. 194પમાં યુનિવર્સિટી ઓફ મદ્રાસ છોડયા પછી ડો. રંગનાથને એક ગ્રંથપાલ અને ગ્રંથાલય વિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે હિન્દુ યુનિવર્સિટી વારણસીમાં સેવા આપી, અને તેમણે 1947 થી 19પ4 સુધી યુનિવર્સિટી ઓફ દિલ્હીમાં પણ શિક્ષણ આપ્યું. 19પ4 થી 19પ7 દરમ્યાન તેઓ સંશોધન અને લેખનમાં ઝુરીચ અને સ્વીટ્ઝરલેન્ડમાં પ્રવૃત્ત રહ્યા અને 19પ7માં તેઓ ભારત પાછા ફર્યા અને 19પ9 સુધી મુલાકાતી પ્રાધ્યાપક તરીકે વિક્રમ યુનિવર્સિટીમાં સેવા આપી. 196રમાં તેમણે “ડોકયુમેન્ટેશન રીસર્ચ એન્ડ ટ્રેઇનીંગ સેન્ટર, બેગ્લોર” નો પાયો નાખ્યો અને તેના હેડ બન્યા અને 196પ માં”નેશનલ રીચર્સ પ્રોફેસર ઇન લાયબ્રેરી સાયન્સ ” પદવીથી ભારત સરકાર દ્વારા સન્માનીત કરાયા.
જયારે તેઓ ર7મી સપ્ટેમ્બર, 197રના દિવસે બેંગ્લોર, મૈસુરમાં મૃત્યુ પામ્યા, વિશ્વએ એક”લાયબ્રેરી એન્ડ ઇર્ન્ફોમેશન સર્વિસના ‘ના ક્ષેત્રમાં નવો ચીલો પાડનાર પૈકી એક વ્યકિત અને નિર્માતા ગુમાવ્યા અને તેમનું લખાણ સતત ગ્રંથાલય વિશ્વ ઉપર મહત્વશીલ અસર અને પ્રભાવ પાડતું રહેશે.