‘અબતક’ના મેનેજિંગ એડિટર સતિષકુમાર મહેતાએ પૂ. સ્વામીજીના અસ્થિકુંભનાં દર્શનનો દિવ્ય લ્હાવો લીધો
પૂ. ત્યાગવલ્લભ સ્વામી અને પૂ. ભકિતપ્રિય સ્વામીએ પૂ. હરિપ્રસાદ મહારાજ સ્વામીના યુગ કાર્યની ઝાંખી કરાવી
યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા-સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પૂ. હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય અસ્થિકુંભનું કાલે રાજકોટમાં આગમન થતા હરિભકતો ભાવ વિભોર બની ગયા હતા. કાલાવાડ રોડ સ્થિત આત્મિય યુનિવર્સિટીના પરિસરમાં પૂ. સ્વામીજીના દિવ્ય અસ્થીકુંભને સાંજે ત્રણ કલાક માટે દર્શન-પૂજન માટે રાખવામાં આવ્યા હતા. હજારો હરિભકતોએ દર્શનનો લ્હાવો લઈ ભાવવંદના કરી હતી ‘અબતક’ના મેનેજીંગ ડિરેકટર સતિષકુમાર મહેતાએ પણ પૂ. સ્વામીજીના અસ્થિકુંભના દર્શનનો અલૌકિક લ્હાવો લીધો હતો.
પૂ. હરિ પ્રસાદ સ્વામિજીના દિવ્ય અસ્થિકુંભનું રાજકોટમાં આગમન થતા ભાવિકો ભાવ વિભોર બન્યા હતા. આત્મિય કોલેજ ખાતે બૂધવારે સાંજે 5 થી 8 વાગ્યા સુધી આ અસ્થિકુંભને દર્શન-પૂજન માટે રાખવામાં આવ્યા હતા. જેમાં વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો દ્વારા સ્વામીજીને ભકિતભાવ સાથે શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતાએ પણ પૂ. હરિપ્રસાદ સ્વામીજીના અસ્થિકુંભના દર્શન અને પૂજનનો દિવ્ય લ્હાવો લીધો હતો.
પૂ. ત્યાગ વલ્લભ સ્વામી અને પૂ. ભકિતપ્રિય સ્વામી સહિતના સંતોએ પૂ. હરિપ્રસાદ મહારાજ સ્વામીજી મહારાજના યુગ કાર્ળની ઝાંખી કરાવી હતી. જે હરિભકતો પૂ. સ્વામીજીના અંતિમ દર્શન માટે સોખડા સુધી પહોચી શકયા નથી તેઓને પણ દર્શન-પૂજનનો લાભ મળે તે માટે અસ્થી વિસર્જન પૂર્વ પૂ. સ્વામીજીના અસ્થિકુંભ વિવિધ ગામોમાં ભાવિકોના દર્શન-પૂજન માટે લઈ જવામાં આવી રહ્યા છે.
ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના અગ્રણીઓ, વિવિધ સમાજના અગ્રણીઓ, અલગ અલગ ક્ષેત્રના આગેવાનો એ પૂ. હરિપ્રસાદ સ્વામીના દિવ્ય અસ્થિ કુંભના દર્શન કર્યા હતા. મહિલાઓ પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડી હતી. પૂ. હરિપ્રસાદ સ્વામીના નિધનથી સમાજને એક મોટી ખોટ પડી છે. જે ભાવિકો તેમના અંતિમ દર્શનના લ્હાવાથી વંચીત રહ્યા હતા તેઓએ અસ્થિકુંભના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પૂ. હરિપ્રસાદ સ્વામીજીનો સંકલ્પ હતો દરેક યુવાન જીવતું માનવ મંદિર બનવું જોઈએ : પૂ. ત્યાગવલ્લભ સ્વામી
સ્વામીજીનો જીવન મંત્ર હતો કોઈ આત્મીય બને કે ન બને મારે આત્મીય બનવું છે. સ્વામીજીનો એક જ ધ્યય હતો આ સંસ્થામાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ અહીંથી શિક્ષણ તો મેળવે જ સાથે સારા માનવ બને અને અહંકારનો નાશ કરી આત્મીયતાને સ્વીકારી શિક્ષણ અને સંસ્કારનો સમન્વય પોતાના વ્યક્તિત્વને નિખારે એવા સંસ્કાર વિદ્યાર્થીઓને આપવા છે. વિદ્યાર્થીઓને મૂલ્યનિષ્ઠ શિક્ષણ પ્રાપ્ત થાય તેમજ ઘર પરિવારમાં આજની તારીખ માં આત્મીયતા બંધન વધે તેવા પ્રયાસો હાથ ધરતા હતા.
પરિવારના ઉત્કર્ષ માટે હંમેશા તે તત્પર રહેશે અને સમાજ સાથે આત્મહત્યા તો તેને વૈમનસ્ય નહિ રે અને ખૂબ જ જરૂર છે. સ્વામીજી એ સંકલ્પ કર્યો હતો કે આપણે ત્યાં જે બાળકો આવે તે યુવાન દીકરો કે દીકરી જીવતો માનવ મંદિર બનવું જોઈએ. એ દિશામાં રાજકોટ મહાનગર ક્ષેત્ર ના તમામ આત્મીયજનો ખૂબ સહકાર મળ્યો છે ભવિષ્યમાં આ સહકારથી સ્વામીજી નું સપનું સાકાર કરવું છે. એકમેકના દાસ બનીને જીવન જીવવાનું તેમને સૂત્ર આપ્યું છે એ સાકાર થાય એવી પ્રભુચરણ ને ગુરુ હરિ ચરણ ને પ્રાર્થના કરું છું.
વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને તમામ લોકો આજે સ્વામીજીના ચરણે નતમસ્તક થઈ અને એમના આશીર્વાદ નો પ્રસાદ પામ્યા છે તેમજ હજારો યુવાન જે અહીંથી અભ્યાસ મેળવી ગયા છે એ પણ આજે રડતા હ્ર્દય થી કૃતજ્ઞતા ભાવે યાદ કરે છે. સ્વામીજીની કૃપા અને આશીર્વાદથી આજે અમે સંપૂર્ણ સુખી છીએ. ભગવાનના આવા પવિત્ર પુરુષોનું ધરતી પર નું આગમન એક ચોક્કસ મિશન માટે હોય છે યુગ કાર્ય માટે નું હોય છે. એ યુગ કાર્ય પૂરું થતાં જ એ દેહલીલા સંકેલી લેતાં હોય છે.
ગુરુદેવ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એ યુવાનોમાં અદભુત ઉત્થાનનું કાર્ય કર્યું છે યુવાનોને પવિત્ર અને નિરવ્યસની બનાવ્યા છે સંસ્કાર અને સંસ્કૃતિના વાહક બનાવ્યા છે. એનામાં પ્રભુ ભક્તિ ગુરૂભક્તિ અને રાષ્ટ્રભક્તિ સીંચી છે. આવા મહાપુરુષોના જીવનના સંસ્મરણો ને યાદ કરી એમણે બતાવેલા માર્ગ પર ચાલી સમાજ કટિબંધ થાય એજ આજના દિવસે મારી પ્રાર્થના છે.