સેન્સેક્સમાં 161 અને નિફ્ટીમાં 46 પોઇન્ટનો ઉછાળા : રૂપિયા ડોલર સામે 15 પૈસા મજબૂત
ભારતીય શેરબજારમાં આજે પણ તેજીનો કરન્ટ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા. બૂલીયન બજારમાં નરમાશ જોવા મળી હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 15 પૈસા મજબૂત બન્યો હતો.છેલ્લા ઘણા દિવસોથી ભારતીય શેરબજારમાં શરૂ થયેલી તેજી આજે પણ યથાવત રહેવા પામી હતી. આજે સેન્સેક્સ અને નિફ્ટ ગ્રીન ઝોનમાં ખૂલ્યા હતા.
ઇન્ટ્રા ડેમાં સેન્સેક્સે 54713 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. જ્યારે નિફ્ટીએ પણ આજે ઇન્ટ્રા ડેમાં 16336નો હાઇ બનાવ્યો હતો. ગઇકાલે બૂલીયન બજારમાં તેજી રહેવા પામી હતી જ્યારે આજે નરમાશ રહ્યા પામી હતી.
આજે પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને એમએન્ડએમ જેવી કંપનીના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે સન ફામા ઇડિસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલના ભાવો તૂટ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે સેન્સેક્સ 161 પોઇન્ટના ઉછાળા સાથે 54867 અને નિફ્ટી 46 પોઇન્ટના ઉછાળા સાથે 16336 પોઇન્ટ પર કામકાજ કરી રહ્યાં છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 15 પૈસાની મજબૂતી સાથે 74.28 પર ટ્રેડ કરી રહ્યો છે.