રાજકોટ શહેર સ્થિત નિધિ સ્કુલ તેમજ પાવરલીફટીંગ એસોસીએશન રાજકોટ દ્વારા ભાઇઓ તેમજ બહેનો માટે આગામી તા. 15-8 ને રવિવારના નિધિ સ્કુલ વોર્ડ નં.1 ભારતીનગર-ર ગાંધીગ્રામ રાજકોટ ખાતે ઓપન સૌરાષ્ટ્ર ડેડલીફટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.
આ સ્પર્ધાનું બહેનો માટે 47 કિ.ગ્રા. થી 84 કિ.ગ્રા. સુધી તેમજ ભાઇઓ માં પ9 કી.ગ્રા. થી 1ર0 કી.ગ્રા.ના તમામ વય જુથ માટે આયોજનકરેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે મો.નં. 99988 37369 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ટી શર્ટ, સર્ટીફીકેટ તેમજ ટ્રોફી આપવામાં આવશે. વિજેતા સ્પર્ધકોને મેડલ દ્વારા સન્માનીત કરવામાં આવશે.
વિજેતા સ્પર્ધકો રાજયકક્ષાએ ભાગ લઇ શકેશે. સ્પર્ધાને સફળ બનાવવા યશપાલસિંહ ચુડાસમા, અશફાક ઘુમરા, મુસ્તાક દલ, જયચંદનાની હર્ષદ રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુમા: વધુ સ્પર્ધકો સ્પર્ધામાં જોડાઇ તે માટે આગેવાનોએ ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.