ભગવાન આસુતોષની આરાધના કરવાથી સઘળા, પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ મન મિંદડુ બની જાય છે, ચલિત્ત ચિત્ત ચંદનવનમાં ફેરવાય છે. ‘હર’ કહેતા હર-પ્રકારની પિડા દૂર થાય છે. યસ, માન, પ્રતિષ્ઠા વધે છે, વિજય મળે છે. ‘સફળતા, સફળતા ચો-તરફ ધૂમે’ છે. ‘રિધ્ધિ સિધ્ધિ કદમ ચૂમે’ છે.
ભગવાન શિવજીના ધ્યાનથી રોગ, વ્યાધિ દર થાય છે, કારણ શિવજી વૈદ્યનાથ કહેવાય છે.ભગવાન શિવજી શકિતના મહાપૂંજ છે. અંત: એનીપૂજા અર્ચનાથી અંગમાં અજબ આભા ઉભરે છે. આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત વહે છે. જીવન આનંદમય, સુખમય બને છે. શિવ-શકિત અર્ધ-નારિશ્ર્વરની આરધના કરવાથી ગૃહસ્થ જીવન કલ્યાણદાય સુખમય, આનંદમય વિતે છે. ‘ૐ‘ સામ્બા સદા શિવાય નમ:’ના સતત જાપ કરવાથી ગૃહસ્થ જીવનમાં કદી કોઈ આપત્તી આવતી નથી, પારિવારિક પ્રેમ વધે છે. અને એની પ્રસન્નતાની સુવાસ ચોતરફ વિસ્તરે છે.
ભગવાન કૈલાસપતિ કુબેરનાં અધિપતિ છે. અત: તેની ઉપાસના કરવાથી ભંડાર ભર્યા રહે છે. હર અધુરૂપ-મધુરૂપમાં ફેરવાય છે. લક્ષ્મી પ્રસન્નતા પૂર્વક પધારે છે. અને ચંચલામાંથી સ્થિરા બની રહે છે. લીલા લહેર થાય છે. ભગવાન શિવ સૌભાભ્યદાતા છે, માતા પાર્વતી ઈચ્છિત ફળ-વર દાતા છે. તેમના નિત્ય દર્શન, પૂજન, અર્ચનથી ઈચ્છીત મનોકામના પૂર્ણ થાય છે. ક્ધયાને યોગ્ય વર મળે છે. ભગવાન પશુપતિનાથ ‘પુત્ર-દાતા’ છે. પુત્રની કામનાવાળા ભગવાન પશુપતિનાથને ભાવથી ભજે તો એ ભોળો તરત રીજે.
ભગવાન શિવના લિંગ-રૂપ બાર અવતારોના દર્શન માત્રથી ભાવિક ભકતોના સર્વે પાપો નાશ પામે છે.અને તેમને અખંડ સુખ-શાંતિ, સમૃધ્ધિ અને સાતા મળે છે.જીવન સફળ, સુફળ, સાર્થક થઈ જાય છે.
આ અવતારોમાં, સહુ પ્રથમ અવતાર ચંદ્રના કષ્ટને હરનાર કષ્ટ-નિવારક સંકટ-મોચન સોમનાથ છે. તેનું શ્રધ્ધા પૂર્વક પૂજન કરનારનાં ક્ષય અને કુષ્ટ-રોગ જેવા કષ્ટ સાધ્ય રોગો નાશ પામે છે. ભગવાન સદાશિવનોઆ સોમેશ્ર્વર નામનો અવતાર સૌરાષ્ટ્રમાં જયોતિલિંગ સ્વરૂપે છે.
ભગવાન ત્રિનેત્રી ત્રિપુરારીનો ત્રીજો અવતાર મહાકાલ જે ઉજૈનમાં નદીના તટે થયો છે, જે ભકતોની રક્ષા કરનારો છે. તમામ તાપથી તે રક્ષા કરે છે. રક્ષાકવચનું કામ કરે છે.
રત્નમાલિ નામક નગરીમાં સ્થિત દુષણ નામના દૈત્ય વેદનો વિરોધી હતો આથી વેદ નામના એક બ્રાહ્મણ પુત્રે પરમાત્મા શિવનું સતત ધ્યાન કર્યું, અને તેની આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા, અને હુંકાર માત્રથી તે અસુર દુષણને બાળીને ભસ્મ કર્યો હતો.
ભગવાન શિવનો ૐ કાર નામનો ચતુર્થ અવતાર ભકતોની સર્વે મહેચ્છાઓ પૂર્ણ કરનારો થયો એક સમયે વિધ્યારામે ભકિત ભાવ પૂર્વક શિવનું પાર્થિવ લિંગ સ્થાપ્યું. અને એજ લિંગથી વિદ્યારામની મહેચ્છા પૂર્ણ કરનારા મહાદેવ પ્રગટયા, ત્યારબાદ ૐ કાર નામક ઉત્તમ પાર્થિવ લિંગ પરમેશ્ર્વર નામથી પ્રસિધ્ધ થયા.
પરમાત્મા શિવનો પાંચમો અવતાર શ્રી કેદારનાથ જયોતિલિંગ સ્વરૂપે છે. ત્યાં શ્રી હરિનો નર નારાયણ અવતાર છે. એમની પ્રાર્થનાથી ભગવાન શિવ હિમાલયના કેદાર શિખર પર રહ્યા છે. આ જયોતિલિંગના દર્શનથી ભાવિકોને શિવ હિમાલયનાં કેદાર શિખર પર રહ્યા છે. આ જયોતિલિંગના દર્શનથી ભાવિકોને ઉતમ રૂપની પ્રાપ્તી થશે.
ભગવાન શિવનો છઠ્ઠો અવતાર ભીમાશંકરના નામે છે. આ અવતારમાં ભગવાન શંકરે ભીમાસુર નામક અસુરનો નાશ કર્યો હતો. કામરૂપ દેશનો અધિરાજા સુદક્ષીણ હતો ત્યારે ભગવાન શંકરે પોતાના ભકતોને દુ:ખથી મૂકત કરવા ભીમાસૂર નો વધ કર્યો સુદક્ષીણરાજાની પ્રાર્થનાથી શંકર ભીમાશંકર નામે જયોતિલિંગ રૂપે સ્થિર થયા. આના દર્શન માત્રથી તમામ આધિ, વ્યાધિ, ઉપાધિ ટળે છે.
ભગવાનનિલકંઠ વિશ્ર્વેશ્ર્વર નામક સાતમો અવતાર છે. જે સમસ્ત બ્રહ્માંડ સ્વરૂપ તથા ભોગમોક્ષ દાતા ગણાય છે. તે કાશીમાં થયો છે કાશીમાં ભગવાન શંકરની પ્રેમ-પૂર્વક ભકિત કરનાર પોતાના સર્વ કર્મોથી નિર્લેપ થઈ કૌવલ્ય પદના ભાગી થાય છે. ભગવાન શંકરનો આઠમો અવતાર ચંબક નામનો છે. ગૌતમ ઋષીની પ્રાર્થનાથી ગૌતમી નદીના તટ પર જયોતિલિંગ સ્વરૂપે સ્થિત છે. આ જયોતિલિંગના દશર્ન પૂજન કરવાથી સર્વે આશાઓ તથા મનોકામના પૂર્ણ થાય છે.