પવિત્ર શ્રાવણ માસમાં શિવ આરાધનાનું અનેરૂ મહત્વ છે. શિવજીની ગળામાં સાપ, ડમર, ત્રિશુલ વિગેરે સાથે ભોળાનાથ મહાદેવનું સ્વરૂપ અનેરૂ હોય છે. હિન્દુ ધર્મમાં ગુજરાતી કેલેન્ડરના આ શ્રાવણ માસનું સૌથી વધુ મહત્વ છે. સવાર-સાંજ શિવાલયોમાં આરતી સાથે રૂદ્રીપૂજાનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિને માનવનો જીવ શિવ બની જાય છે. આ વર્ષા ઋતુમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં હોય ત્યારે સૃષ્ટિનું સંચાલન ભોળાનાથને આધિન હોય છે. આપણા શાસ્ત્રોની સાથે બાર જ્યોર્તિલિંગોનું અનેરૂ મહત્વ છે.
રૂદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી જોવા મળે છે જેના સંસ્કૃત ભાષામાં અનેક નામ જોવા મળે છે
તેના ચાર વર્ણનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, જેમાં સફેદ, પીળા, લાલ અને કાળા રંગોમાં જોવા મળે છે
તે એક પ્રકારનું બીજ છે: રૂદ્રાક્ષના ઝાડ મોટા થાય છે જેના ફળમાંના બીજને રૂદ્રાક્ષ કહેવાય છે: નેપાળ, બંગાળ, આસામ અને કોંકણમાં તેના ઝાડ વધુ જોવા મળે છે
શિવજીની આરાધના અને રૂદ્રાક્ષને અનેરો સંબંધ છે. આ વાત શિવપુરાણમાં જાણવા મળે છે. ભોળાનાથ જ્યારે તપ કરતા હતા ત્યારે તેમની આંખ ઉઘડીને તેમાંથી અશ્રુબિંદુ નીકળીને પૃથ્વી પર પડતા ત્યાં વૃક્ષ ઉત્પન થયું તેને રૂદ્રાક્ષ નામ પડ્યું. પંચમુખી રૂદ્રાક્ષનું મહત્વ વધારે છે. રૂદ્રાક્ષથી શિવ સ્વરૂપ હોવાથી શિવજીના ભક્તોને તુરંત ફળ આપે છે. તેની પૂજા-વિધી અભિષેક કરીને તેને ધારણ કરવો જોઇએ.
રૂદ્રાક્ષને શ્રાવણ માસમાં ધારણ કરવો સૌથી શ્રેષ્ઠ છે. આપણાં શાસ્ત્રોમાં પણ તેના ચાર વર્ણનો ઉલ્લેખ જોવા મળે છે. તે એક પ્રકારનું બીજ છે. તેના ઝાડ મોટા થાય છે. રૂદ્રાક્ષના ફળમાંના બી ને રૂદ્રાક્ષ કહેવાય છે. તે સફેદ, લાલ, કાળા અને પીળા રંગમાં જોવા મળે છે. આપણાં દેશમાં બંગાળ, આસામ, કોંકણ અને નેપાળમાં તેના વૃક્ષો જોવા મળે છે. રૂદ્રાક્ષ એકથી ચૌદ મુખી સુધી તો 15 થી 21 મુખીના પણ જોવા મળે છે, સંસ્કૃત ભાષામાં તેના અનેક નામો જોવા મળે છે. તેના પાન સાત-આઠ આંગળ લાંબાને કિનારીએ થોડા જાડા જોવા મળે છે. નવા પાનમાં રૂવાટી હોય છે જે પાછળથી ખરી જાય છે. તેના ફળમાં પાંચ ખાના હોય છે, દરેક ખાનામાં એક નાનું બીજ હોય છે.
જેવી રીતે પુરૂષોમાં વિષ્ણુ, ગ્રહોમાં સૂર્ય, નદીઓમાં ગંગા, મુનિઓમાં કશ્યપ, દેવીઓમાં ગૌરી શ્રેષ્ઠ છે. તેવી જ રીતે માળાઓમાં રૂદ્રાક્ષની માળા શ્રેષ્ઠ છે. ભગવાન શિવજીની આરાધનામાં તેનું વિશેષ મહત્વ છે. શિવપુરાણમાં ભગવાન શિવજીએ કાર્તિકેયને કહ્યું હતું કે મારા અશ્રુજળમાંથી રૂદ્રાક્ષનાં 38 પ્રકારના વૃક્ષો થયા તેમાં મારા સૂર્યરૂપ નેત્રમાંથી બાર પિંગળા રંગના, ચંદ્ર નેત્રમાંથી સોળ ધોળા રંગના અને અગ્નિરૂપમાંથી દસ કૃષ્ણ રંગના રૂદ્રાક્ષ થયા હતાં. આયુર્વેદ શાસ્ત્રોના અર્થ મુજબ તે ખોટું ઉષ્ણ તથા રૂચિકાર છે. જે ઔષધ તરીકે પણ વપરાય છે. રૂદ્રાક્ષ, વાયુ, કફ, માથાની પીડા, ભૂત બાધા અને ગૃહ બાધા નાશ કરે છે એમ લોકવાયકા છે.
શિવ પુરાણમાં સ્ત્રીઓને અને કોઇપણ જાતિ-જ્ઞાતિના વ્યક્તિ રૂદ્રાક્ષ કે તેની માળા ધારણ કરી શકે છે. આખો શ્રાવણ માસ અને અમાવસ્યાના દિવસે રૂદ્રાક્ષ ધારણ કરવાથી ભક્તોને ઇષ્ટ સિધ્ધી પ્રાપ્ત થાય છે. બધા દેવોને જીતી લેનાર ત્રિપુર નામના દૈત્યનો સંહાર કરવા બધા દેવોએ મહાદેવને પ્રાર્થના કરી ત્યારે ભોળાનાથે અઘોર નામના મહાશસ્ત્રનું ચિંતન કરીને ઘોર તપ કર્યું હતું.
રૂદ્રાક્ષ આશરે 1 મી.મી. થી 35 મી.મી. સુધીના જોવા મળે છે. તે એક મુખીથી 21 મુખીના જોવા મળે છે. આ દરેક મુખી રૂદ્રાથી અલગ-અલગ ફળ આપે છે. એકવીશ મુખી રૂદ્રાક્ષ ધારણ કરનાર કુબેર (ધન, સંપતિના દેવ)નો અજોડ લાભ આપે છે. પંચમુખી રૂદ્રાક્ષ તન-મનની શાંતિ સાથે આધ્યાત્મિક ઉંચાઇનો અનુભવ કરાવે છે. નવ મુખી રૂદ્રાક્ષ ભૈરવ સ્વરૂપ અને દેવી સ્વરૂપ મનાય છે. તે અતિ લાભકારી છે.
રૂદ્રાક્ષ શબ્દની સંધી છૂટી પાડો તો રૂદ્રકઅથી થાય જેનો અર્થ રૂદ્ર એટલે ભગવાન શિવ અને અથી એટલે આંખ. ભગવાન શિવના આંસુ પૃથ્વી પર પડ્યાને વૃક્ષો બન્યા જેનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વધારે છે. રૂદ્રાક્ષનું વર્ણન શિવમહાપુરાણ, લિંગ પૂરાણ, પદ્મપૂરાણ, ઉડિસ તંત્ર જેવા અન્ય ગ્રંથોમાં જોવા મળે છે. શિવ એક સર્વશક્તિ માન હોવાથી બધા દેવોમાં મહાન છે તેથી જ તેને દેવોના દેવ ‘મહાદેવ’ કહેવાય છે. તે જન્મથી મૃત્યુ સુધીના ચક્રને અંકુશ કરે છે તો ભાષા, કલા, નૃત્ય, સંગીત, યોગ, આયુર્વેદ અને ઔષધિ તેમજ વનસ્પતિ શાસ્ત્રના જનક છે, માટે રૂદ્રાક્ષના જનક પણ મહાદેવ જ છે.
રૂદ્રાક્ષ એક ઔષધીય વનસ્પતિ હોવાથી હૃદયરોગ, લોહી દબાણ, માનસિક રોગોમાાં વિશિષ્ટ પ્રભાવ પાડે છે. તેના ચૂર્ણથી ઘણા બધા રોગોમાં મેડિકલ સાયન્સને સારા પરિણામો મળ્યા છે. રૂદ્રાક્ષમાં હકારાત્મક એનર્જી સાથે વિદ્યુતશક્તિ હોય છે. જે મન, શરીરને પોઝીટીવીટી આપે છે. રૂદ્રાક્ષ પહેરતા પહેલા તેના મુખ વિશે જાણવું જરૂરી છે. માન્યતા મુજબ રૂદ્રાક્ષ દરેક પ્રકારના અમંગલથી બચાવે છે. તેની ખાસીયતમાં એમાં એક અલગ પ્રકારનું સ્પંદન જોવા મળે છે. જે તમારી ઉર્જા માટે સુરક્ષા કવચ બનાવી દે છે, જેનાથી બહારની ઉર્જા તમને પરેશાન કરતી નથી. હિમાલયની પર્વત માળામાં ચોક્કસ ઉંચાઇએ તેના વૃક્ષો ઉગે છે. જો કે તેના બહુ ઓછા બચ્યા છે. જેમાં નેપાળ, બર્મા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયા સાથે દક્ષિણ ભારતના પશ્ર્ચિમ ઘાટના કેટલાક ભાગોમાં તેના વૃક્ષો જોવા મળે છે.
રૂદ્રાક્ષની માળા બધા બીજને પરોવીને 108 વત્તા એક એટલે કુલ 109ની માળા બને છે. જેમાં 108નો વધારાનો મણકોએ બિંદુ કહેવાય છે. દરેક માળામાં બિંદુ હોવું જોઇએ. જે ઉર્જાશક્તિ સાથે જોડાયેલું છે. સ્નાન કરતી વખતે તેના ઉપરથી પડતું પાણી સમગ્ર શરીરને લાભકર્તા હોય છે. રેશમી કે સુતરાવ દોરામાં માળા બનાવવને દર છ માસે દોરો બદલી નાખવો. રૂદ્રાક્ષની માળા પહેરવાના અનંત ફાયદાઓ છે. પંચમુખી રૂદ્રાક્ષની માળા કલ્યાણ, આરોગ્ય અને મુક્તિ માટે છે. બી.પી.ના દર્દીઓને ઘણી રાહત આપે છે. આજકાલ તો રૂદ્રાક્ષ જેવા દેખાતાની માળાઓ બજારમાં ધૂમ વેચાઇ રહી છે. જે કશો જ ફાયદા કરતું નથી. લોકો ડુપ્લીકેટ રૂદ્રાક્ષનો ધંધો કરવા લાગ્યા છે. અસલ રૂદ્રાક્ષનો જ આગ્રહ રાખવો હિતાવહ છે. રૂદ્રાક્ષની અસલ કે નકલીની પહચાન કરવી મુશ્કેલ છે.
રૂદ્રાક્ષના જનક ‘મહાદેવ’ છે
રૂદ્રાક્ષ આશરે 1 મી.મી. થી 35 મી.મી. સુધીના જોવા મળે છે. એકથી એકવીસ રૂદ્રાક્ષનું અનેરૂ મહત્વ છે. રૂદ્રાક્ષના જનક મહાદેવ છે. રૂદ્રાક્ષનું આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક મહત્વ છે, તે આપણને પોઝીટીવ એનર્જી આપે છે. તેમાં વિદ્યુતશક્તિ સાથે ખાસ પ્રકારના સ્પંદન જોવા મળે છે. માળાઓમાં રૂદ્રાક્ષની માળાને શ્રેષ્ઠત્તમ ગણવામાં આવે છે. શિવ પુરાણમાં સ્ત્રીઓ અને કોઇપણ તે ધારણ કરી શકે છે.
રૂદ્રાક્ષના ઝાડના ફળને પાંચ ખાના હોય છે. જેના દરેક ખાનામાં બીજ હોય જે રૂદ્રાક્ષ નિર્માણ થાય છે. ભારત સિવાય અન્ય દેશોમાં નેપાળ, બર્મા, થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયામાં તેના વૃક્ષો જોવા મળે છે. રૂદ્રાક્ષથી દરેક પ્રકારના અમંગળથી બચાવે છે. પંચમુખી રૂદ્રાક્ષએ સલામત અને બધા માટે પહેરવો સારો છે. રૂદ્રાક્ષ વગર મહાદેવના શણગાર અધુરો મનાય છે. ભગવાન શિવ તેનો આભૂષણના રૂપમાં ધારણ કરે છે. તે એક આભૂષણના રૂપમાં ધારણ કરે છે. તે એક ઉચ્ચ ઉર્જા સંવાહક છે.