સ્વિમિંગ પુલમાં કોચ ફરજીયાત કરવાના નિયમનું પાલન કયારે થશે..??
મેટ્રો સીટીમાં રિસોર્ટના રાફડા ફાટી નીકળ્યા છે લાખો રૂપિયાની તગડી ફી વસુલી વિક એન્ડની મઝાના નામે મેમ્બરો છેતરાય રહ્યા છે. કલવો શરુ તો કરી દેવામાં આવે છે પરંતુ તેમાં કોઇ નિયમનું પાલન કરવામાં આવતું નથી. અંતે તંત્ર પણ આંખ આડા કાન કરીને જેમ ચાલે છે તેમ ચાલવા દે છે ત્યારે ગઇકાલે શહેરની ભાગોળે આવેલ એમેરાલ્ડ કલબ લોહાણા પરિવારના એકના એક પુત્રનો મોતનો કુવો બની ગયો છે. તેની પાછળ જવાબદાર કોણ તે પ્રશ્ર્ને પૂછાઇ રહ્યો છે. આ દુધર્ટનામાં દાખલો બેસાડવામાં આવશે કે પછી હો તા હૈ ચલતા હૈ ની માફક સમય વિતે તેના પર પડદો પાડી દેવાશે.
રાજકોટ શહેરની ભાગોળે કાલાવાડ રોડ પર આવેલ એમેરાલ્ડ કલબમાં રવિવારની રજા માણવા લોહાણા દંપતિ પોતાના એકના એક વ્હાલાસોયા પુત્ર સાથે ગયા હતા. જયાં બપોર બાદ બાળકો સ્વીમીંગ પુલમાં છબછબીયા કરી રહ્યા હા જેમાં 13 વર્ષના મોર્યએ પહેરેલ હવાની ટયુબ નીકળી જતા તે ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો અને બેભા હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ મોર્યની જીંદગીની સુરજ સારવાર માટે તે પહેલા જ આથમી ગયો હતો.
સ્વિમિંગ પુલ મોતના ‘કુવા’ બની ગયા: તંત્ર કયારે જાગશે?
સ્વીમીંગ પુલમાં બાળકો ડુબી જવાની ઘટના સાવ સામાન્ય બની ગઇ છે રિસાર્ટ, કલબના સંચાલકો માલીકો સભ્યો પાસેથી તગડી ફી વસુલી પોતાના ખીસ્સા ભરી લે છે પણ સભ્યોને સવલતોના નામે ઠેંગો બતાવી દેવામાં આવે છે ત્યારે આ બાબતે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી કોઇ નિયમ બતાવશે કે પછી ‘અમ કુછ ચલતા હૈ’ ની માફક આ દુધર્ટનાને નજર અંદાજ કહી દેશે.
તગડી ફી વસુલતી કલબો: રિસોર્ટના સંચાલકો સુવિધા આપવામાં ઉણા ઉતર્યા
કોર્પોરેશનના જવાબદાર અધિકારી સાથે ‘અબતક’ની ટીમે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જાહેર સ્થળ માટે આવેલ સ્વીમીંગ પુલમૉ કોચ ફરજીયાત હોય છે એટલું જ નહીં બાળકો માટે અલગ સ્વીમીંગ પુલ હોય છે અને તેની તમામ જવાબદારી રિસોર્ટ કે કલબના સંચાલકો માલીકોની હોય છે પરંતુ આવા નિયમોનો છડેચોક ભંગ થતો હોય છે જેના કારણે પરિવારના વ્હાલા સોયા એકના એક બાળકો મોતને ભેટે છે.
એમરાલ્ડ કલબમાં ડુબી જતા એકના એક પુત્રના મોતથી પરિવારમાં અરેરાટી
સ્વિમિંગ પૂલમાં તરૂણએ પહેરેલી ટયુબ નિકળી જતા સર્જાઇ દુર્ઘટના : લોહાણા પરિવારમાં આક્રંદ
શહેરના કાલાવડ રોડ પર આવેલા દેવડાગામની સીમમાં આવેલી એમરાલ્ડ કલબમાં વિક એન્ડ ઓફમાં કલબના મેમ્બરના સભ્ય અને લોહાણા વેપારીના એકનાએક પુત્રનું સ્વીમીંગ પુલમાં ડુબી જવાથી મોત નિપજતા પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં 150 ફૂટ રીંગરોડ નજીક સ્ટરલીંગ હોસ્પિટલ નજીક રહેતા નિકેશભાઈ વિઠલાણી તેના મિત્ર ચંદ્રેશ ભાઈ તન્ના સહિત બંને પરિવાર લોધીકા તાલુકાના દેવડા ગામે આવેલી એમેરાલ્ડ નામની કલબમાં મેમ્બર શીપ હોવાથી રવિવારે ગયા હતા ત્યારે બંનેના પરિવારના ત્રણ સંતાનો સ્વીમીંગ પુલમાં ન્હાવા પડયા હતા પરંતુ ત્યારે મોર્ય નિકેશભાઈ વિઠ્ઠલાણી નામના 13 વર્ષિય તરૂણએ પહેરેલી ટયુબ નિકળી જત મોર્ય ડુબી જતા બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની જાણ લોધીકા પોલીસ મથકના સ્ટાફને થતા દોડી જઈ પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મોર્યના પિતાને ઉદ્યોગનગરમાં વે બ્રીજનો ધંધો હોય તેમજ સંતાનમાં એકના એક પુત્રના મોતથી પરિવાર પર જાણે આભ ફાટયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે કાગળો કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.