જિલ્લાના વિકાસકાર્યોને ઝડપભેર આગળ વધારવા જિ.પં.પ્રમુખના અધ્યક્ષસ્થાને શાખાધિકારીઓની બેઠક મળી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ખાતે તમામ શાખાધિકારીઓની બેઠક તાજેતરમાં યોજાઇ હતી. જેમાં કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા, સામાજીક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઇ દાફડા, જિલ્લા પંચાયતના સદસ્ય વિરલભાઇ પનારા, મુકેશભા તોગડીયા તેમજ ધર્મેન્દ્રભાઇ ટીલાળા, રાજેશભાઇ ચાવડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, હિસાબી અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પ્રોગ્રામ ઓફિસર, ખેતીવાડી અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર પ્રતિનિધિ, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ ઉ5સ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં પ્રમુખ ભુપતભાઇ બોદરે ઉપસ્થિત શાખાધિકારીઓને જિલ્લા પંચાયતની રાજોકટ જિલ્લામાં આવેલ તમામ મિલકત વિશે માહિતી પુરી પાડવા તેમજ જિલ્લા પંચાયતની તમામ શાખાઓ દ્વારા થયેલ વૃક્ષારોપણ કાર્યક્રમની માહિતી પુરી પાડવા જણાવેલ હતું. આ ઉપરાંત તમામ શાખાધિકારીઓએ મુલાકાત માટેના સમયના બોર્ડ મુકાવવા અને કામ નિકાલની સમય મર્યાદા નક્કી કરવા ખાસ માર્ગદર્શન પુરૂં પાડવામાં આવેલ હતું અને “ઝીરો પેન્ડસી” ધોરણે જ કામ થવું જોઇએ તેવો ભારપૂર્વક આગ્રહ કરેલ હતો તેમજ સિંચાઇ શાખામાં ચેકડેમની વિગતો, ટેન્ડર પ્રક્રિયા, બાકી બીલોની વિગતો અને ચીભડાં ગામના તળાવના રીપેરીં અંગે સિંચાઇ શાખાના કાર્યપાલક ઇજનેરને સૂચના આપી હતી.
વિવિધ વહીવટી હિસાબી કાર્યો અને કાયમી અને કોન્ટ્રાક્ટ બેઇઝના કર્મચારીઓની સમયસરની હાજરી, ભરતી પ્રક્રિયા, છેલ્લા એક વર્ષ દરમ્યાન જિલ્લા પંચાયતમાં કોન્ટ્રાક્ટથી રાખેલા વાહનો વિશે માહિતી પુરી પાડવા ઉપસ્થિત શાખાધિકારીઓને જણાવેલ હતું. ઉપરાંત આગામી 15 ઓગષ્ટે 2021ના રોજ આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયેલ હોય આઝાદીનો અમૃત મહોત્સવ અન્વયે રાષ્ટ્રભાવના પ્રબળ બનાવવા રાષ્ટ્રગીતનો વિડિયો બનાવી અપલોડ કરવો. પ્રજાના પ્રશ્નો એપ્લિકેશનમાં આવેલ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે શાખાવાઇઝ સંકલન કરવા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
અંતમાં જિલ્લામાં વિકાસ કાર્યોને વેગવંતા બનાવવા માટે અને જિલ્લાના તમામ ગામોમાં કોઇપણ પ્રાથમિક માળખાકીય અને આંતરમાળખાકીય સુવિધાથી વંચિત ના રહી જાય તે માટે સહુએ કટિબદ્વ બનવા જણાવ્યું હતું. મિટીંગના અંતે ભુપતભાઇએ ઉપસ્થિત તમામ શાખાધિકારીઓનો આભાર વ્યક્ત કરેલ હતો.