હાલ કોરોના કાળમાં લોકોને પોતાની આંતરિક સારી શક્તિઓ, કલાઓ અને અભિવ્યક્તિઓ અંગે ઘણી સતર્કતા આવી છે. જે રોજિંદા જીવનને સરળ અને સારું બનાવવામાં પણ ખૂબ મદદમાં આવી છે. લોકો રસોઇ, ડેકોરેશન, આર્ટ, મોડેલિંગ કે પછી હાસ્યથી ભરપૂર વિડિયો અને ફોટોના સ્વરૂપે પોતાની આંતરિક ખૂબીઓને બહાર લાવવા માટે સક્ષમ બન્યાં.
આપણા ગુજરાતી સાહિત્ય, સંગીત અને કલા પ્રદર્શનનો વ્યાપ પણ ખૂબ જ વધ્યો છે. નવા-નવા ગુજરાતી પારિવારિક મનોરંજન, ભાવનાત્મક અને જ્ઞાનવર્ધક ફિલ્મો અને નાટકોના ખજાનાઓનો લોકોએ કોરોનાકાળમાં ખૂબ લાભ લીધો છે.તેમજ વેબ સીરીઝ અને શોર્ટ ફિલ્મો જેવા માધ્યમોને લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.
કલાકારોની આંતરિક કલાઓને ખીલવવા ગુજરાતી ટીવી અનોખુ મેગા પ્લેટફોર્મ પુરૂ પાડશે
હાલ બધું ડિજિટલ થઇ રહ્યું છે ત્યારે ગુજરાતી ટીવી.કોમ “મેગા ટેલેન્ટ પ્લેટફોર્મ” સ્થાપના 08-08-2021ના રોજ કરવા જઇ રહ્યું છે. જે અંતર્ગત કોઇપણ પ્રકારની કલા ધરાવતા બાળકો, યુવાનો અને સિનિયર સિટીઝનને આ પ્લેટફોર્મ કાયમને માટે તેની ટેલેન્ટ સાચવી આપશે તેમજ આ ટેલેન્ટને વિશ્ર્વસ્તરે જુદા-જુદા માધ્યમો જેવા કે પ્રિન્ટ એડ, વિડિયો એડ, વોઇસ ઓવર, આર.જે., વી.જે., ફોટોગ્રાફર કે વિડિયોગ્રાફી તરીકે પ્રસારિત કરી તેમને ગ્લોબલ માર્કેટનું પ્લેટફોર્મ પુરૂં પાડશે.
ગુજરાતી કલા-સાહિત્ય અને સંગીતના ઝડપી વિકાસ સાથે પરિવર્તનના ઉચ્ચ શિખરો સર કરી રહ્યું છે ત્યારે ગુજરાતી ટીવી સામાન્ય માનવીના જીવનધોરણમાં બદલાવ આવે અને તેની અંદર રહેલી સુષુપ્ત કલાને ગૌરવવંતો માર્ગ મળી રહે તે હેતુથી ગુજરાતી ટીવી.કોમ (gujaratitv.com) – ‘મેગા ટેલેન્ટ પ્લેટફોર્મ’ની સ્થાપના 08-08-2021ના રોજ કરવા જઇ રહ્યું છે જેમાં વિશ્ર્વના નામી-અનામી કલાકારો આ પ્લેટફોર્મથી સંકળાયેલા રહેશે. કલાક્ષેત્રની પ્રતિભાને શોધી કોઇપણ પ્રકારના રંગ, જાતિ, કદ કે લિંગના ભેદભાવ કર્યા વગર કલાકારોની કલાનો સમાન પ્રચાર-પ્રસા થાય તેના માટે ગુજરાતીટીવી.કોમ-“મેગા ટેલેન્ટ પ્લેટફોર્મ ” તૈયાર કરેલ છે.
આ પ્લેટફોર્મના માધ્યમથી દરેક રજીસ્ટ્રેશન પૂર્ણ કરેલ કલાકારને ડિજિટલ આઇડી કાર્ડ, પર્સનલ વેબસાઇટ, ગ્રો યોર સેલ્ફ સિરીઝની 12 ઇ-બૂકો, જીવન ઉપયોગી વિડિયો ટ્રેનિંગ, પોર્ટફોલિયો ફોટો શૂટ, પ્રોફાઇલ વિડિયો તેમજ વિવિધ માધ્યમોથી પ્રચાર અને પ્રસાર માટેનું પ્લેટફોર્મ પુરૂ પાડશે. વધુ વિગત માટે ગુજરાતીટીવી.કોમ (gujaratitv.com)ની મુલાકાત લો અથવા 99418 92418 ઉપર સંપર્ક કરો.