રાજય સરકારના પાંચ વર્ષની સફળ કામગીરી અંતર્ગત તંત્ર દ્વારા લોક ઉપયોગી ઉજવણીના ભાગરૂપે આત્મીય કોલેજ ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ સાઇબર ક્રાઇમ સેમિનાર યોજવામાં આવ્યા હતો. સેમિનારમાં ટેકનોલોજીના માસ્ટર ગણાતા તજજ્ઞ દ્વારા વકતવ્ય આપવામાં આવ્યું હતુ. સાઇબર જેવા ભુત આવ્યા કયાંથી, એક સમય બાતમીદાર પર ક્રાઇમ કંટ્રોલ થતુ હતુ આજે ખબરીની ખબર લેવી પડે છે.
લોકો બેન્કમાં પૈસા રાખતા ત્યારે કોઇ ડર લાગતો નહી પરંતુ આજે લોકો બેન્કમાં પૈસા રાખતા પણ બીક લાગે છે. પહેલાં સાઇકર વિના ગુનેગાર પકડાઇ જતા આજે સાઇબર ક્રાઇમના ભેજાબાજ ગુનેગારોને પકવા પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. અને વામણા સાબીત થઇ રહ્યા છે. આવા ગુનેગારોની સીમા નથી કે હદ નથી લોકો પહેલાં પોલીસ સ્ટેશન જતા ગુનેગાર પકડાઇ જશે તેવું લાગતું હવે પોલીસ કયારે ગુનેગાર પકશે તેવો સવાલ થઇ રહ્યો છે.
રક્ષક હવે કયારે રક્ષક બનશે? સહિતના મુદે વિસ્તૃત ચર્ચા થઇ હતી અને ટેકનોલોજીની મદદથી ઝડપની સાથે સગવડ વધી તેની સાથે સાઇબર ક્રાઇમના ગુનાનું પણ પ્રમાણ વધ્યું છે ત્યારે થોડી જાગૃતિ હશે તો સાઇબર ક્રાઇમના ગુના ચોક્કસ અટકી શકે તેમ હોવાનું તજજ્ઞ દ્વારા જણાવવામાં આવ્યું છે.
સાઇબર ક્રાઇમના ગુના અટકાવવા અવનેશ અત્યંત જરૂરી: પ્રો.દિપક ઉપાધ્યાય
ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના પ્રોફેસર દિપક ઉપાધ્યાય એ અબતક સાથે ની ખાસ વાતચીત માં જણાવ્યું હતું કે જેમ આપણે ડીજીટલાઇઝેશન અને ઓનલાઈન તરફ જઇ રહ્યા છીએ. સાઇબર ક્રાઇમ પણ તેની સાથે ચાલી રહ્યું છે. પણ જો આપણે ઓનલાઇન પેમેન્ટ અને વેબસાઈટ પર સાવધાની વરત શું એટલુંજ આપણે આની સામે રક્ષણ મેડવીશું. આપણે જાગૃતતા લઈ આવી અત્યંત જરૂરી છે. જાગૃતતા આપણે લઈ આવસું તોજ સાઇબર ક્રાઇમ સામે બચાવ કરી શકીશું. ડિજિટલાઈઝ માં આપણે મેસેજ તેમજ ડેટા દ્વારા ઇન્ફોર્મેશન મેળવી શકાય છે. પહેલા લોકોને ઓ.ટી.પી માટે ફોન આવતો હવે ઓટીપી લેવાના ફ્રોડ અલગ અલગ રીતે થતા હોય છે.
એપ્લિકેશનના માધ્યમથી પણ ઓટીપી ગુનેગારને મળી શકે છે. લોકોએ સોશિયલ એન્જિનીયરિંગ પર ખુબ જ ધ્યાન રાખવુ જોઇએ અને તેમાં જાગૃતિ લાવવી પડશે. જેથી તમારે ઓટીપી જેવા ફ્રોડ થી બચી શકાશે. પોલીસ દ્વારા પણ 100ટકા કામગીરી કરવામાં આવે છે. પરંતુ ઘણી વખત એવા કેસીસ આવે છે. જે ડિટેક કરવા ખૂબ જ અઘરા પડતા હોય છે. ઘણી વખત ટેકનોલોજીની એક લિમિટ આવી જાય છે.
ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય છે આવા ગુનેગારોને પકડવામાં તેને શોધવા પાછળ ઘણી ચેલેન્જીસ રહે છે. જો કોઈ ડાર્ક વેબ થી ગુનાખોરી કરી રહ્યું છે તો એ ટેકનોલોજીથી પણ પકડાઈ શકે તેમ નથી અને ટેકનોલોજીની ક્યાંક લિમિટ આવી જાય છે. પરંતુ અમે પણ ટેકનિકલી આમાં કંઈક ને કંઈક નવું સંશોધન કર્યા કરીયે છીએ જેથી ગુનેગારને ઝડપ થી પકડી શકાય. સાઇબર ક્રાઇમ સામે અવેરનેસ જ મહત્ત્વનું હથિયાર છે.
લોકોએ બને એટલા અવેરનેસ ના પ્રોગ્રામમાં ભાગ લેવો જોઈએ. ઓનલાઇન જાગૃતાના પ્રોગ્રામ જોતા રહેવા જોઈએ દરેક સાયબર ક્રાઇમની ટાઈમ લીમીટ હોય છે. જ્યારે લોકોમાં એના પ્રત્યેની જાગૃતતા આવી જાય છે એટલે ત્યાંથી તે ફ્રોડ થતું બંધ થઈ જાય છે. ગામતળમાં પણ અમે સરકારી પ્રોગ્રામ દ્વારા લોકોમાં સાઇબર ક્રાઇમ સામેની જાગૃતતા ફેલાવાનો પ્રયાસો કરી રહ્યા છીએ. જીટીયુ દ્વારા પણ સાયબર ક્રાઈમ પ્રોગ્રામ ગામડાઓમાં થઈ રહ્યા છે. લોકો વધુને વધુ જાગૃત થશે ત્યારે આપણે સાઇબર ક્રાઇમને થતું અટકાવી સકશું.