હિતેશ રાવલ, સાબરકાંઠા
આપણી આસપાસ ચોરીની ઘટનામાં વધારો થતો જાય છે ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકામાં વધુ એક ધોળા દિવસે ચોરી થવાની ઘટના સામે આવી છે. ઈડર તાલુકાના ચોટાસણ ગામના દૂધ મંડળી પાસે પલ્સર બાઈક ચોરી થઈ હતી. આ ચોરીની ઘટનાના ફરિયાદી મેહુલ ભાઈ ભીખાભાઇ પટેલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગૂજરાન ચલાવે છે. 5 ઓગસ્ટની સાંજના સમયે ચોટાસણ ગામની સીમ આવેલ જમીન માંથી પશુપાલનનું કામકાજ પૂરું કરીને દૂધ લઈને ચોટાસણ ગામની દૂધ ડેરીમા પોતાની બજાજ કંપનીની પલ્સર બાઈક નંબર GJ 09 DF 3338 વારી બાઈક લઈને દૂધ ભરાવવા આવ્યા હતા.
ડેરી આગળ બાઈક મૂકી ગાડીમા ચાવી હતી ત્યારે કોઈ બે અજાણ્યા શખ્સો ડેરી આગળ આવીને ઉભા હતા અચાનક પલ્સર બાઈક ઉપર બંને બેસીને બાઈક લઈને ફરાર થઈ ગયા હતા થોડી વાર પછી બાઈક ચોરી થયા ખબર પડતા ડેરીમા લાગેલા સીસીટીવીમા જોતા બને બાઈક ચોરો સીસી ટીવીકેમેરા કેદ થયા હતા. સમગ્ર ઘટનાની પોલીસ સ્ટેશનમા જાણ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.