પ્રથમ રાષ્ટીય મનોવિજ્ઞાન મેળો અને કોવિડ સમયમાં વિવિધ લોકોનું કાઉન્સેલિંગ અને 126 મનોવૈજ્ઞાનિક આર્ટિકલ તેમજ સર્વે બદલ રેકોર્ડ સ્થપાશે
કોરોનાની મહામારી દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા સરાહનીય પગલું ભરી કોવિડ સમયમાં વિવિધ લોકોનું કાઉન્સેલિંગ અને 126 મનોવૈજ્ઞાનિક આર્ટિકલ અને સર્વે માટે તેમજ પ્રથમ મનોવિજ્ઞાન મેળા માટે આવતીકાલે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી બે પુરસ્કાર મળવા જઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશમાં સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા મનોવિજ્ઞાન મેળો યોજાયો હતો જેને જબરો પ્રતિસાદ મળ્યો હતો આ ઉપરાંત કોવિડની મહામારી દરમિયાન પણ મનોવિજ્ઞાન ભવને અનેક લોકોને માનહિક સધિયારો પૂરો પાડ્યો હતો તેમજ કાઉન્સીલગ કરી ને લોકોના પ્રશ્નોને વાંચા આપી હતી તેમજ 126થી વધુ જુદા જુદા વિષયોનો અભ્યાસ કરી સર્વે આર્ટીકલ ત્યાર કર્યા હતા જેની દેશ લેવલે પણ નોંધ લેવામાં આવી છે.
આવી પ્રવુતિ બદલ મનોવિજ્ઞાન ભવનના ઇતિહાસમાં પ્રથમ ઘટના બનવા જઈ રહી છે કે એક રેકોર્ડ સ્થાપિત થવા જઈ રહ્યો છે. આવતીકાલે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટિમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન અને સમગ્ર ટીમને એવોર્ડ આપવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે આ ગૌરવની વાત છે અને આ બદલ યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ અને સર્વે સિન્ડિકેટ સભ્યોએ મનોવિજ્ઞાન ભવનને અભિનંદન પાઠવ્યા હતા.