મેષ રાશિફળ: આ રાશિના જાતકોને આજના દિવસ દરમિયાન કોઈ પરિચિત વ્યક્તિ પાસેથી મોટું કામ મળી શકે છે અને આ કામમાં તમને ઘણું નવું શીખવા મળશે. આજે આર્થિક પક્ષ મજબૂત રહેશે. આજે સાંજે કોઈ મિત્ર સાથે મુલાકાત તમારા બધા બગડેલા કામો બનાવી દેશે. તેનાથી મન ઘણું પ્રસન્ન રહેશે. સાંજે પ્રિયજનો સાથે મુલાકાત થશે. સાથે જ તમારા ધન, સન્માન અને યશ-કીર્તિમાં વધારો થશે. રોકાયેલું કાર્ય સિદ્ધ થશે.
વૃષભ રાશિફળ: વૃષભ રાશિવાળા માટે આજનો દિવસ સુખદ છે. રાજકીય ક્ષેત્રમાં આજે ઘણી સફળતા મળવાના યોગ છે. સંતાન પ્રત્યેની જવાબદારી પણ પૂરી થશે. કામ સરળ હોવા છતાં કોઈને કોઈ પ્રકારનો સ્ટ્રેસ રહેશે. જે જવાબદારી લીધી હોય તેમાં ચેન્જ લાવવાના પ્રયત્નો કરો. પ્રતિસ્પર્ધાના ક્ષેત્રમાં આગલ વધશો, રોકાયેલું કાર્ય પૂરું થશે. વ્યવસાયમાં પણ આજે તમારા માટે લાભની તક આવશે.
મિથુન રાશિફળ: મિથુન રાશિના જાતકોને બીજાની મદદ કરવાથી આનંદ મળે છે. આજે તમારો દિવસ પરોપકારમાં જ પસાર થશે. કાર્યક્ષેત્રમાં પણ તમારા પક્ષમાં થોડું પરિવર્તન થઈ શકે છે, તેનાથી પરેશાન થઈ સાથીઓનો મૂડ થોડો ખરાબ થઈ શકે છે. પરંતુ, તમારા સારા વ્યવહારથી વાતાવરણ સામાન્ય બનાવવામાં સફળ રહેશો. રૂપિયા પૈસાને લગતી ઉધારી સમજીવિચારીને કરો. કેમ કે પાછા આવવાની શક્યતા મુશ્કેલ છે. પાડોસીઓ સાથે કોઈ નાની વાતને લઈને વિવાદની સ્થિતિ બની શકે છે. જેની નકારાત્મક અસર પારિવારિક વ્યવસ્થા ઉપર પડી શકે છે.
કર્ક રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે ગૃહપયોગી વસ્તુઓ પર ધન ખર્ચનો યોગ છે. સાંસારિક સુખભોગના સાધનોમાં વૃદ્ધિ થશે. કોઈ વાત અંગે વધારે વિચાર કરવાથી માત્ર તેની નકારાત્મકતા જ જોવા મળશે. જે વસ્તુ માટે અપેક્ષા હોય તેના માટે પોતાની જાતને તેના માટે યોગ્ય કરવાનો પ્રયાસ કરો. તમારી નીચેના કર્મચારી કે કોઈ સંબંધીના કારણે તણાવ વધી શકે છે. રૂપિયાની લેણ-દેણમાં સાવધાની રાખજો, ધન ફસાઈ શકે છે.
સિંહ રાશિફળ: સિંહ રાશિવાળા માટે આજનો દિવસ સુખદ છે. આજે પરિવારજનો સાથે હાસ્ય-વિનોદમાં આખો દિવસ પસાર થશે. બપોર સુધીમાં કોઈ શુભ સમાચાર પણ મળશે. તે સંતાન સંબંધી પણ હોઈ શકે છે અને ભાઈ-બહેન સંબંધી પણ. પરંતુ, આજે આરોગ્ય પ્રત્યે સચેત રહેવાની જરૂર છે. મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરતાં સમયે તમારા પ્રતિસ્પર્ધી પર પણ નજર રાખો. તમે જેને પસંદ કરો છો વ્યક્તિ તમારા માટે યોગ્ય નથી એમ જાણતા હોવા છતાં તમને તેના પ્રત્યે આકર્ષણ રહેશે.
કન્યા રાશિફળ: આજે વ્યાવસાયિક ક્ષેત્રમાં મનને અનુકળ લાભ થવાથી પ્રસન્નતાનો અનુભવ થશે. આજની આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સુદ્રઢ હશે. વ્યવસાય પરિવર્તનની યોજના બની રહી છે તો તમને લાભ મળશે. પરંતુ, ધ્યાન રાખજો કે આ સંબંધમાં કોઈ સીનિયરોની સલાહ ચોક્કસ લેજો.
તુલા રાશિફળ: , રોકાણને લગતા કાર્યોમાં ખૂબ જ વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. અજાણ્યા લોકોને રૂપિયા ઉધાર ન આપો કે તેમના ઉપર વિશ્વાસ પણ ન કરો. ગેરસમજના કારણે થોડા સંબંધ ખરાબ પણ થઈ શકે છે. સંધ્યાકાળથી મોડી સાંજ સુધી દેશ દર્શનનો લાભ લો. જરૂરતમંદ લોકોની યથાશક્તિ મદદ કરો.વ્યાવસાયિક યોજનાઓને ગતિ મળશે. માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. ધ્યાન રાખજો કે આજે ઉતાવળ અને ભાવુકતામાં લેવાયેલા નિર્ણય ભવિષ્યમાં તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
વૃશ્ચિક રાશિફળ: વૃશ્ચિક રાશિના જાતકોને આજે કર્મોદ્યોગમાં તત્પરતાથી લાભ થશે. સ્વજનોથી સુખ, પારિવારિક મંગળ કાર્યોથી ખુશી મળશે. ધ્યાન રાખો કે કોઈપણ પ્રકારનું અયોગ્ય કાર્ય તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. વધારે કામના ભારના લીધે તમે તમારા વ્યક્તિગત તથા પારિવારિક કાર્યો ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં. રચનાત્મક કાર્યોમાં મન લાગશે. પરંતુ, વિપરીત પરિસ્થિતિ ઉત્પન્ન થવા પર ક્રોધ પર કાબુ રાખજો, નહીં તો વાત બગડી પણ શકે છે. આજે ઘર સંસારની સમસ્યા ઉકલી જશે.
ધન રાશિફળ: આજે ધન રાશિના જાતકોને પિતાના આશીર્વાદ તથા ઉચ્ચઅધિકારીઓની કૃપાથી કોઈ કિંમતી વસ્તુ અથવા સંપત્તિ પ્રાપ્તિની ઈચ્છા પૂરી થશે. વ્યસ્તતા વધુ રહેશે, વ્યર્થ વ્યયથી બચજો. સાંજના સમયથી લઈને રાત સુધી વાહન ચલાવવામાં સાવધાની રાખજો. પ્રિય તેમજ મહાન પુરુષોના દર્શનથી મનોબળ વધશે.
મકર રાશિફળ: આજે કોઈ સંપત્તિની લે-વેચ સમયે તેની બધી કાયદાકીય બાજુઓ પર ગંભીરતાથી વિચાર કરી લેજો. રોકાણ કરવાનું હોય તો પણ કોઈ જાણકારની સલાહ ચોક્કલ લેજો, જેથી તમને કોઈ પ્રકારનું નુકસાન ન થાય. સાસરી પક્ષ સાથે વાદ-વિવાદનો યોગ બની રહ્યો છે. વાણી પર સંયમ રાખજો.
કુંભ રાશિફળ: કામ સંબંધિત દરેક વ્યક્તિ પ્રત્યે નકારાત્મક લાગણીઓ રાખવાને કારણે કામ સંબંધિત તમારો ઉત્સાહ ઘટવા લાગશે. આજે શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્રમાં ખાસ ઉપલબ્ધિના યોગ છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. કાર્યક્ષેત્રમાં તમારી વાણી તમને વિશેષ સન્માન અપાવશે. પરંતુ, આજે દોડાદોડ વધારે રહેવાના કારણે મોસમની વિપરીત અસર આરોગ્ય પર પડી શકે છે, સાવચેતી રાખજો.
મીન રાશિફળ: આજે મીન રાશિના જાતકોનું લગ્ન જીવન આનંદદાયક વીતશે. આજે નજીક કે દૂરની સકારણ યાત્રા પણ થઈ શકે છે. કોઈ નવી વ્યક્તિની સાથે જોડાવવાની તક આજે મળી શકે છે અને આ વ્યક્તિ તમારા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ રહેશે કેમ કે તમારા જીવનને નવી દિશા પણ આ વ્યક્તિ દ્વારા મળવાની આશંકા છે. વ્યવસાયમાં પ્રગતિ થવાથી મન ઘણું પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓને માનસિક બોદ્ધિક ભારથી છૂટકારો મળશે. સંધ્યાકાળે કોઈ મહત્વની જાણકારી મળી શકે છે.