સાબરકાંઠા, હિતેશ રાવલ:
પાંચ વર્ષ આપણી સરકારના પાંચ વર્ષ સોના સાથ થકી સૌના વિકાસના અંતર્ગત હાલ રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી કાર્યો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત 125 જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવ્યો હતો. ત્યારે સાબરકાંઠામાં યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
આજે હિંમતનગર ખાતે યોજાયેલ કિસાન સન્માન કાર્યક્રમમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ હાજરી આપી કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો અને લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો અને સન્માન પત્ર એનાયત કર્યા હતા. તો બીજી તરફ મહીસાગર જિલ્લાના લુણાવાડાના પાલ્લા ગામના પંચાલ પરિવારના પતિ-પત્નીની હત્યા બાબતે નિવેદન આપ્યું હતું.
આબનાવ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યુ હતું કે ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે સાથે જ મહીસાગર એસપી સાથે ચર્ચા કરી એલસીબી એસઓજી સહિતની અલગ અલગ ટિમો બનાવી કાર્યવાહી શરૂ કરી હોવાનું નિવેદન આપ્યું છે. હત્યા તો થઈ છે પરંતુ હત્યાનુ કારણ હાલમાં જાહેરમાં કહી શકાય તેમ નથી. તો આ સમગ્ર મામલે હાલ તો પોલીસે વીવીધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. આરોપીઓને અટક કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે તેવુ પણ જણાવ્યુ હતુ.
રાજ્યમાં થઈ રહેલ વિવિધ ગુન્હાઓને લઈને ગ્રુહ પ્રધાન દ્રારા ચર્ચાઓ કરવામાં આવી હતી. તો સાથેજ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી જેમાં જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક પોલીસ અધિકારી હજાર રહ્યા હતા. તે દરમિયાન વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ થઈ હતી.