અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરના ભૂમિ પૂજનની પ્રથમ વર્ષગાંઠ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવાદ કર્યો હતો. ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા લાભાર્થીઓને રાશન વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લાભાર્થીઓ સાથે વાત કરતી વેળાએ કહ્યું કે 5 ઓગસ્ટનો દિવસ ખૂબ જ ખાસ બની ગયો છે. 5 ઓગસ્ટ અંતિમહત્વપૂર્ણ દિવસ છે. હવે તમને વિચાર આવશે કે આ 5 ઓગસ્ટને એટ્લે કે આજના દિવસે પીએમ મોદીએ કેમ ખાસ ગણાવ્યો..?? તો ચાલો તમને જણાવીએ કે આ 5 ઓગસ્ટે શું થયું હતું..?? પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના દિવસને કેમ મહત્વપૂર્ણ ગણાવ્યો..??
આજના દિવસે ત્રણ મહત્વની ઘટનાઓ થઈ છે. 5 ઓગસ્ટને નામ મહત્વના 3 પાંસાઓ જોડાયા છે. બે ભૂતકાળના અને એક આજના દિવસની ઘટના. આ દિવસે જ ભારતમાં ઐતિહાસિક નિર્ણય લેવાયો હતો. જમ્મુ કશ્મીરના વિકાસનો દ્વાર ખૂલ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી તો આ સાથે ગયા વર્ષે ઐતિહાસિક રામમંદિરનું ભૂમિપૂજન થયું હતું અને આજે ભારતીય હોકીએ 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતી ઇતિહાસ રચી દીધો છે.
પીએમ મોદીએ આ દરમિયાન હોકીના બહાને વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો રાજકીય સ્વાર્થ માટે આત્મ-લક્ષ્યમાં રોકાયેલા છે. પીએમ મોદીએ લાભાર્થીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘5 ઓગસ્ટની આજની તારીખ ખૂબ જ ખાસ બની ગઈ છે. તે માત્ર 5 ઓગસ્ટના રોજ છે, જ્યારે બે વર્ષ પહેલા કલમ 370 હટાવી દેવામાં આવી હતી અને જમ્મુ -કાશ્મીરના દરેક નાગરિકને દરેક અધિકાર, દરેક સુવિધાના સંપૂર્ણ સહભાગી બનાવવામાં આવ્યા હતા. તો એક વર્ષ પહેલા અયોધ્યા ખાતે રામલ્લામાં મંદિર નિર્માણના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. તો આજે 41 વર્ષ બાદ ભારતે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો.
‘આજે હોકીએ તેનું ગૌરવ ફરી સ્થાપિત કર્યુ છે’, ટીમને અભિનંદન- વડાપ્રધાન મોદી
પીએમ મોદીએ કહ્યું, ‘આ 5 મી ઓગસ્ટ છે જ્યારે ભવ્ય રામ મંદિરના નિર્માણ તરફ પ્રથમ પગલું ભરવામાં આવ્યું હતું. આજે અયોધ્યામાં ઝડપી ગતિએ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું, ‘આજે, 5 ઓગસ્ટની તારીખ, ફરી એકવાર આપણા બધા માટે ઉમંગ અને ઉત્સાહ લઈને આવી છે. આજે દેશના યુવાનોએ ઓલિમ્પિક મેદાન પર હોકીનું પોતાનું ગૌરવ ફરી સ્થાપિત કરવા તરફ મોટી છલાંગ લગાવી છે. પીએમ મોદીએ કહ્યું, ‘નવું ભારત રેન્ક નહીં મેડલ જીતીને વિશ્વ પર રાજ કરી રહ્યું છે’. નવા ભારતમાં આગળ વધવાનો માર્ગ પરિવાર દ્વારા નહીં, પણ મહેનતથી નક્કી થશે.
ગરીબોને દિવાળી સુધી મફત રાશન
યુપીની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું, ‘યુપી પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં 5 કરોડ લોકોને રસી આપવામાં આવી છે. મેડ ઇન ઇન્ડિયા રસી વિશે ઘણી ગેરમાન્યતાઓ ફેલાવવામાં આવી હતી પરંતુ લોકોએ આ જુઠ્ઠાણાને બાયપાસ કરીને રસી મેળવી. પીએમ મોદીએ કહ્યું કે દિવાળી સુધી ગરીબોને મફત રાશન આપવામાં આવશે. જેનાથી કોઈ ગરીબ ભૂખ્યો નહીં સુએ.