નારી ગૌરવ દિવસની ઉજવણી નિમિતે તાલાલામાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને લોન સહાયના ચેકનું વિતરણ કરાયું
રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા રાજય સરકાર દ્વારા હાલ વિવિધ પ્રજાલક્ષી કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગઇકાલે નારી ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તાલાલામાં તાલુકા કક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીના હસ્તે લોન સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે, દેશના પ્રથમ એવા ગુજરાત રાજયની મહિલાઓ માટેની જ આગવી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના ગ્રામ વિકાસ વિભાગ તથા શહેરી વિકાસ વિભાગ અંતર્ગત આત્મનિર્ભર મહિલા આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા સંવેદનશીલ મુખ્યમંત્રીએ મહિલાઓના હિતની સતત ચિંતા કરીને તેમને આર્થિક રીતે સ્વતંત્ર બનાવવા સ્વાવલંબન સાથે જીવન જીવે તેવા આશય સાથે અમલમાં મુકી છે.
કોરોના જેવી કુદરતી આપત્તિનો સમય હોય કે, પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ રાજયની મહિલાઓ તેમના પરિવાર માટે અડીખમ ઉભી રહી આર્થિક સઘ્ધરતા મેળવી પોતાના પરિવારને મદદરુપ થઇ શકે, નાનો મોટો વ્યવસાય શરુ કરી શકે તેવો આ યોજનાનો શુભાશય છે. અર્થતંત્રને મજબુત બનાવવા મહિલાઓ પગભર થાય તે જરુરી છે. તેવું દ્રઢપણે માનતા આપણા મુખ્યમંત્રીએ પોતાના પાંચ વર્ષના સુશાસનમાં અનેક પ્રજાલક્ષી કર્યો કરી પ્રજાની સતત ચિંતા કરીને મહિલાઓના સર્વાગી સશકિતકરણ માટે પણ તેમણે અનેક મહિલા લક્ષી યોજનાઓ શરુ કરીને સુખદ ભાવિની આશા સેવી છે.
ગ્રામીય અર્થતંત્રને મજબુત બનાવવા ગુજરાત સરકારનો ગ્રામ વિકાસ વિભાગ તથા શહેરમાં વસતા લોકોના ઉજજવળ ભાવિ માટે તેમજ સમગ્રૅ અર્થતંત્રની સુચારુ વ્યવસ્થા ગોઠવાય તે દિશામાં મુખ્યમંત્રીના માર્ગદર્શન અને વડપણ હેઠળ શહેરી વિકાસ વિભાગ સતત કાર્યરત છે.
તેઓએ ઉમેર્યુ હતું કે, પરિવાર માટે જીવતી આ બહેનોને પરિવારને મદદરુપ થવા આર્થિક પ્રવૃતિ કરવા માટે શાહુકાર પાસે ઉંચા વ્યાજે લોન મેળવવાની જરુર નહી રહે, આ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આ સરકારે ઝડપી નિર્ણય લઇ તાત્કાલીક વ્યાજ વગરની લોન સહાય મળી રહે તેવી વ્યવસ્થા આ યોજનામાં કરવામાં આવી છે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ મહિલાઓને સ્વ સહાય જુથોમાં બેન્ક ધિરાણ મેળવવામાં થતાં વિલંબને નિવારવા સરકાર દ્વારા મહિલા આવક અને બચત જુથ માં સાંકળી તેઓને લોન આપી રોજગારી તરફ પ્રેરિત કરવાના હેતુસર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસે તા. 17-9-2020 ના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અમલમાં મૂકવામાં આવી હતી.