વીડી ફિલ્મસ દ્વારા Let’s support singers અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ પાંચ સિંગર્સને પોતાના રેકોર્ડ કરેલા ગીત માટે ફ્રી વીડિયો આલ્બમ બનાવી આપશે
વીડી ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડ ગુજરાતના એવા તમામ સિંગરસ્ ના ટેલેન્ટને બિરદાવવા લઇને આવ્યુ છે Let’s support singers અભિયાન જે અંતર્ગત એવા તમામ સિંગર જે મહેનત કરીને નામ બનાવવાનો પ્રયાસ કરે છે પણ આગળ આવી શકતા નથી એવા શ્રેષ્ઠ પાંચ સિંગર્સ ને પોતાના રેકોર્ડ કરેલા ગીત માટે ફ્રી વિડિયો આલ્બમ બનાવવાનો મોકો આપશે. રાજકોટ સ્થિત વીડી ફિલ્મ્સ્ પ્રાઇવેટ લિમિટેડ એવી બધી પ્રતિભાઓ ની પ્રશંસા કરે છે જે છે સુપ્રસિદ્ધ તેમજ એવી પ્રતિભાઓ જે હજુ છે પ્રસિદ્ધિ થી અજાણ છે.
શ્રેષ્ઠ ગીત માટે ફ્રી વીડિયો આલ્બમ બનાવવાની સુવર્ણ તક
ઘણા સિંગર પ્રતિભાશાળી હોવા છતાં નામ નથી કરી શક્યા, અમુક પરિસ્થિતિઓને લીધે. આગળ નથી આવી શકયા. તમામ એવા સિંગરસ્ ની અપેક્ષા અને આકાંક્ષા હોય તેમની પ્રતિભા દૂર દૂર લોકો સુધી પ્રસરે. આવા સપનાઓ ને ઉડાન આપવા ’ Let’s support singers’ કાર્યક્રમનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.
આ કાર્યક્રમ અંતર્ગત સિંગરસ્ ને પોતાનું રેકોર્ડ કરેલું ગીત કંપનીને મેઈલ કરવાનું હોય છે. અને આવેલા તમામ સિંગરસ્ માંથી શ્રેષ્ઠ પાંચ સિંગરસ્ ને વીડી ફિલ્મ્સ્ પ્રાઇવેટ લિમિટેડ કોઇ પણ ચાર્જ વગર પોતાના ખર્ચે તેમના ગીત માટે વિડિયો આલ્બમ બનાવી આપશે, જેની માર્કેટમાં એક વિડિયો આલ્બમ ની કિંમત એક લાખથી વધુ થાય છે જેમાં ગુજરાતી, હિન્દી, ઈંગ્લીશ જેવી ભાષાના ગીતોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ રાખવામાં આવી છે.