હિતેશ રાવલ, સાબરકાંઠા
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને દર મહિને અનાજ વિતરણ કરવામાં આવે છે. જેથી કોઈ પણ લોકોને ભૂખે પેટ ના સુવું પડે. ગરીબોને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે રેશનિગની દુકાને વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દુકાનદારો અધિકારીઓની મિલી ભગત થઈ સરકારી અનાજ સંગે વગે કરવાનું રાજ્યવ્યાપી કૌભાંડ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે.
ગુજરાત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામા આવેલી રેડમાં કુલ 200 જેટલા આરોપીના નામ ખૂલ્યા છે. આ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મોટાભાગના આરોપીઓ ઉતર ગુજરાતના જ છે. શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ આવી ગોલમાલ કરવામાં આવતી હતી ત્યારે આવા કાર્યો પર સરકારે દરોડા પાડીને આરોપીઓને પકડી પાડ્યા છે.
ગરીબોનું અનાજ આખલાઓ ખાઈ ગયા: સાબરકાંઠા જિલ્લાના 4 વ્યક્તિઓના નામ આવતા પુરવઠા વિભાગમાં હડકંપ
ત્યારે જેમાં સાબરકાંઠા જિલ્લાના 50 વ્યક્તિના નામ આવેલા છે. 50 વ્યક્તિના નામ આવતા પુરવઠા વિભાગમાં મોટો હડકંપ મચી ગયો છે. આ પહેલા પણ સાબરકાંઠામાં અનાજ કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડમાં અગાઉ 4 વ્યક્તિના નામ ખૂલ્યા હતા. આ 4 વ્યક્તિઓને પોતાની ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. હવે આ આધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું !!