અત્યાર સુધી સુરત પ્રાણીસંગ્રહાલયમાં રેડ વાઘ જ રાખવામાં આવ્યા હતા હવે તેની સાથે સફેદ વાઘ પણ સુરતના પ્રાણીસંગ્રાલમાં જોવા મળશે. એનિમલ એક્સચેન્જ પ્રક્રિયા દ્વારા રાજકોટ પ્રાણીસંગ્રહાલયથી વાઘની જોડીને સુરત લાવવામાં આવી રહી છે.
આ જોડીમાં નર વાઘનું નામ ગૌરવ છે જ્યારે માદા વાઘનું નામ ગિરિમાં છે. આ બંને 2 વર્ષ અને 4 મહિનાના છે. બંનેને 10-15 દિવસ સુધી ક્વોરનટાઈન રાખવામા આવશે. 15 ઓગસ્ટ બાદ સહેલાણીયોના પ્રદશન માટે આ વાઘનીનેખુલ્લા મૂકવામાં આવશે.
https://www.facebook.com/abtakmedia/videos/353761782950859/
ભારતમાં સફેદ વાઘ એટલેકે વ્હાઇટ ટાઇગર(White tiger) ફક્ત પાંચ સ્થળે જ જોવા મળે છે. જેમાં મધ્યપ્રદેશના બાંધવગઢના નેશનલ પાર્કમાં, પશ્ચિમ બંગાળના સુંદરવન નેશન પાર્કમાં, તમિલનાડુમાં નીલગીરી હિલ્સમાં અને અસમના કાઝીરંગા નેશનલ પાર્કમાં જોવા મળે છે.
જ્યારે ગુજરાતમાં માત્ર રાજકોટ પ્રાણીસંગ્રહાલય ખાતે જ જોવા મળતા હતા.જોકે હવે સુરતમાં પણ સફેદ વાઘની જોડી આવી પહોચતા સુરતીઓને પણ તે જોવા મળી રહેશે.આગામી 15 ઓગસ્ટ બાદ આ વાઘની જોડીને લોકોના પ્રદર્શન માટે મૂકવામાં આવશે.હાલ આ વાઘની જોડીનું ખાસ દેખરેખ કરાઈ રહી છે અને સુરતનું વાતાવરણને તેના માફક બનાવાઈ રહ્યું છે.