ભીખ માંગવી જન્મસિદ્ધ અધિકાર છે?
માનવ માનવ ને દયાપાત્ર મદદરૂપ થવું એ માનવ સંવેદના ગણવામાં આવે છે માણસ માણસને કામ આવવાની માનવતા સમાજ માટે આશીર્વાદ રૂપ ગણવામાં આવે છે પરંતુ માણસાઈના આ ગુણના અવળા પરિણામો રૂપે માનવતા માટે કલંકરૂપ એવા ભીખ માંગવાનું દૂષણ માનવ સમાજ માટે અભિશાપ બનીને સામે આવ્યું છે. ભીખ માંગુ મેં ક્યારેય સમાજ સ્વીકારતો નથી પરંતુ ભીખ કે ખરેખર મજબૂરી છે ગુનાપાત્ર છે કે દરેકનો અધિકાર તે દરેક વખતે ચર્ચાનો વિષય બન્યો છે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભલે કાયદો ભીખ માંગવાની ગુનો ગણાતો હોય પરંતુ આ એક સામાજિક અભિશાપ છે અને કોઈ ને ભીખ માંગતા અટકાવી ન શકાય દરેકનું ભીખ માંગવાનો અધિકાર છે પોતાની અસમર્થતા ના કારણે વંચિત રહેતા માનવ રત્નો અન્ય પાસેથી મદદ લઈને પોતાની જરૂરિયાતો પૂરી કરે તે માનવતા નો વહેવાર ભીખના સ્વરૂપમાં ક્યારે બદલાઈ ગયો તેની કોઇને જાણ થઈ નહીં
માત્ર ભારત જ નહીં સમગ્ર દુનિયામાં અત્યારે અબજો ડોલરનો ભીખ માંગવાનો કારોબાર ઊભો થયો છે ભીખ માંગવી કાયદાની દ્રષ્ટિએ ગુનો ગણવામાં આવે છે પરંતુ તાજેતરમાં જ વડી અદાલતે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે ભલે કાયદો ભીખ માંગવા ને ગુનો ગણાતો હોય પરંતુ ભીખો એ સામાજિક અભિશાપ છે મદદ અને ભીખ માંગવાનો તમામને અધિકાર છે સુપ્રીમ કોર્ટે કરેલા એક અવલોકનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને દેશના વીશેક રાજ્યોમાં ભીખ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ ખરેખર ભીખ માગવી એ કાનૂની અપરાધ ના બદલે માનવ સમાજ વિપરીત પરિસ્થિતિના કારણે ઉભી થયેલો અભિશાપ ગણી શકાય
સમાજમાં ગમતું ન હોય છતાં હજારો નહીં પરંતુ લાખો લોકો ભીખના વ્યવસાય સાથે સંકળાયેલા છે અનેક સંસ્થાઓ દ્વારા ભીખમાં જોતરાયેલા બાળકોને પુનર્વસન અને તેમના સામાજિક ઉત્કર્ષ માટે સરકાર પણ આવા બાળકો માટે સામાજિક વિકાસની યોજનાઓ ચલાવી રહી છે દેશમાં સૌથી વધુ ભિક્ષાવૃતિ પ્રવૃત્તિઓમાં દિલ્હી બેંગલોર ચેન્નાઈ હૈદરાબાદ ઇન્દોર લખનઉ મુંબઈ નાગપુર પટણા અને અમદાવાદ જેવા શહેરોમાં આવી પ્રવૃત્તિઓ ચાલે છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કાયદો ભલે ભીખ માંગવા મેં ગુનો ગણાતો હોય પરંતુ ભિક્ષાવૃતિ કાયદાકીય ગુના કરતાં વધુ સામાજિક અભિશાપ તરીકે ગણી શકાય
ભીખ માગવી એ માનવ સમાજમાં અભિશાપ ગણવામાં આવે છે જરૂરીયાત મંદોને મદદ કરવી ભલે પુણ્ય માનવામાં આવતું હોય પરંતુ યોગ્ય વ્યક્તિને મદદરૂપ થવાથી જો તેમાં ભિક્ષાવૃત્તિ નો જન્મ થતો હોય તો તે દાન પણ પાપનું નિમિત્ત બને છે ભીખ લેનાર ક્યારેય ઉન્નતિ પ્રાપ્ત કરતું નથી ભીખ એ અભિશાપ છે અને તે જીવનમાં ક્યારેય ફળતી નથી મહેનત વગર નું ખાવું ક્યારેય પરિણામ આપતું નથી ભીખ લેનારા ક્યારેય ધનવાન બનતા નથી અને દાન આપનારાઓ ક્યારેય ભંડાર ખુટતા નથી દાન આપવામાં પણ ખાસ હિમાયત કરવામાં આવી છે કે દાન સુપાત્ર ને મળવું જોઈએ કોઈને મદદ કરવાથી જો તેમાં પૃથ્વીનો જન્મ થતો હોય તો તે દાન પણ પાપનું નિમિત્ત બને છે.
દેશના 22 રાજ્યોમાં ભીખ માંગવાના પ્રતિબંધનો કાયદો અમલમાં
ભીખ માંગવા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના કાયદા ને દેશના 22થી વધુ રાજ્યોએ અપનાવીને વીસેક રાજ્યોમા બશલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેમાં આંધ્રપ્રદેશ આસામ બિહાર છત્તીસગઢ ગોવા ગુજરાત હરિયાણા હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઝારખંડ કર્ણાટક કેરલ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પંજાબ સિક્કિમ તામિલનાડુ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ દીવ દમણ અને દિલ્હી સહિતના રાજ્યોમાં ભીખ માંગવા પર પ્રતિબંધ છે
ભીખ વિરોધી કાયદાની શરૂઆત 18મી સદીથી થઈ હતી
સુપ્રીમ કોર્ટે કરેલા અવલોકનમાં ભીખ માગવી એ કાયદાની દ્રષ્ટિએ ભરે ગુનો હોય પણ આ પરિસ્થિતિ સામાજિક અભિશાપ ગણાય કે દુનિયામાં ભીખ માગવી એ અપરાધ અને સામાજિક અધ પતન માટે નિયમિત ગણવામાં આવે છે, દુનિયામાં ભીખ માંગવાના કાયદા ની શરૂઆત 1824માં થઈ હતી
- 1824માં યુરોપિયન, એક્ટ ભીખ માંગવા ગામે કાયદાના સ્વરૂપમાં અમલ માટે નિયમિત બનાવવામાં આવ્યો હતો જેનું ભારતમાં અમલ શરૂ થયો હતો પરંતુ આ પ્રતિબંધ માત્ર ને માત્ર વિદેશીઓ માટે લાગુ કરવામાં આવ્યો હતો
- 1860માં બોમ્બે સીટી પોલીસ 1861 અને કલકત્તા પોલીસ 1866માં ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને તેનો ભંગ કરનારને આકરી સજાની જોગવાઈ કરવામાં આવી હતી
- 1945 બોમ્બે એક ટ મા સુધારો કરીને ધરપકડ અને જેલની સજાની જોગવાઈ કરવામાં આવી હતી
- 1959 બોમ્બે બીક વિરોધી કાયદા માં સુધારો કરીને કોઇપણ વ્યક્તિ માટે ભીખ માગવી એ ગુનો બનાવવામાં આવ્યો હતો
- 1973 વિરોધી કાયદામાં બાળકોનું અપહરણ અને તેને ભીખ માંગવા માટે બાંધી રાખવા અને પ્રવૃત્તિઓ સામે આકરી દંડનીય સંહિતાની જોગવાઇ કરવામાં આવી હતી અને બાળકોને ઉપાડી તેને ગોંધી રાખી ભીખ માગવી એ સજાપાત્ર ગુનો બનાવવામાં આવ્યો હતો
- ઓગસ્ટ 2018 દિલ્હી હાઈકોર્ટે સીમાચિહ્નરૂપ ચુકાદો આપીને રાજધાનીમાં, ભીખ માંગવાની પ્રવૃત્તિને સજા પાત્ર ગુનો બનાવવામાં આવ્યો હતો
- નવેમ્બર 2018, ભીખ માંગવાની પ્રવૃત્તિ અને ભિખારીઓને પૂર્ણ કરવા માટેના ભીખ પર પ્રતિબંધ મૂકતો કાયદો લોકસભામાં રજૂ કરવામાં આવ્યું