વલસાડ જિલ્લાના ઉમરગામમાં આજ રોજ નગરપાલિકાની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સભામાં ભાજપના તમામ કાર્યકરો હજાર રહ્યા હતા. આ સભામાં સ્થાનિક વિસ્તારના વિકાસના કામો મુદે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં છેવાડાના વ્યક્તિ સુધી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે દ્વારા ઉચ્ચતમ ગ્રાન્ટ આપી વિવિધ સુવિધાઓ આપવામાં આવી છે. ત્યારે ક્યાં-ક્યાં કર્યો થયા નથી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લાની ભાજપ શાસિત ઉમરગામ નગર પાલિકાની સામાન્ય સભામા ભાજપના જ સભ્યો એ વિકાસના કામો અંગે એક પછી એક ફરિયાદોનો ખડકલો પાલિકા સામે મૂકી દીધો હતો. પાલિકામા ચાલતા અધિકારી રાજ પર પ્રશ્ન ઉભા થયા હતા. ભાજપના સભ્યો દ્વારા ઢગલો ભરી રજૂઆતો અને ફરિયાદો કરતા વિકાસના કામોથી લઈને અણધડ વહીવટની બાબત સભામા જોવા મળી હતી.
વિકાસના કામો અને પાયાની સુવિધા બાબતે કોર્પોરેટરોએ ઠરાવ કરાવવા માંગ કરી હતી.વિવધ કામો માટે આવતા લોકો પાસે પાલિકાના સ્ટાફની મનમાની અને કર્મચારીઓ પૈસા લેતા હોવાની રજૂઆત આવી હતી. પાલિકાના વિકાસના કામોમા ચાલતા ભ્રષ્ટાચાર થાય છે. જેથી વિકાસના કામોમા કોર્પોરેટરોને સાથે રાખવાની માંગણી કરવામા આવી હતી. ભાજપના જ સભ્યો દ્વારા વિકાસના કામો અને વોર્ડમા ગંદકી અને પાણીના મુદ્દે ઢગલો ભરી ફરિયાદો મૂકવામાં આવી છે. હવે સ્થાનિક પ્રજા કેવી સ્થિતિમા હશે તે ચર્ચા નો વિષય છે .