આતંકવાદીઓ ભારતને કેટલા નુકસાન કરે છે તેનાથી આપણે સૌ વાકેફ છીએ. દરરોજ જમ્મુ-કશ્મીરમાં આતંકવાદીઓને રોજ ઠાર મરવામાં આવે છે ત્યારે આજરોજ રાજકોટમાં આતંકવાદી ઘુસ્યાં હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં એરપોર્ટ પર આતંકવાદી ઘુસ્યાં હતા અને ત્યારબાદ તેમણે મુસાફર સાથેનું પ્લેન હાઈજેક કર્યું હોવાનું સામે આવ્યું છે.
રાજકોટમાં એરપોર્ટમાં આતંકવાદી ઘૂસતા એરપોર્ટ ઓથોરીટીમાં દોડધામ મચી ગઈ હતી. રાજકોટ પોલીસની લાંબી મહેનત બાદ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. અંતે મોકડ્રિલ હોવાનું સામે આવ્યું છે. રાજકોટની જનતા અને રાજકોટ પોલીસ સતર્ક રહે તે માટે આ મોકડ્રીલની કામગીરી કરવામાં આવી હતી. આ આતંકીની ઘટના મોકડ્રીલ હોવાનું સામે આવતા આધિકારીઑ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
શા માટે કરાઈ છે મોકડ્રીલનું આયોજન:
મોકડ્રીલનું આયોજન કરી તંત્રને તો એલર્ટમાં રાખવામાં આવે છે, પરંતુ તેની સાથોસાથ પ્રજાને પણ જાગૃત કરાય છે. આવી સ્થિતિમાં મોટાભાગે કેવી પરિસ્થિતિનો સામનો કરવા પડતો હોય છે, તે તંત્ર અને પ્રજાને ખબર નથી હોતી. તો સમય આવ્યે શું કરવું તેના માટે પ્રેક્ટિસ કરવામાં આવતી હોય છે શહેરના વિવિધ સ્થળે ભીડભાડવાળી જગ્યાઓ જેવી કે બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન,મોલ, એરપોર્ટ ખાતે મોકડ્રીલ સમયાંતરે ચાલુ જ હોય છે.