માં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોના સ્કલ્પચર મુકાશે
આગામી ડિસેમ્બર માસ સુધીમાં અર્બન ફોરેસ્ટ શહેરીજનો માટે ખુલ્લું મુકી દેવાશે: સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ
શહેરીજનોને પ્રદુષણથી દૂર એક રમણીય અને કુદરતી વાતાવરણથી ભરપુર એવું ફરવાલાયક સ્થળ મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા 47 એકર જમીન પર અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રામવન નામ આપવામાં આવ્યું છે. અર્બન ફોરેસ્ટમાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને ધ્યાનમાં રાખીને તેની થીમ આધારિત સ્કલ્પચર બનાવવા માટે આજે સ્ટેન્ડિંગ કમીટીમાં રૂા.1.61 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
આગામી ડિસેમ્બર માસ સુધીમાં શહેરીજનો માટે અર્બન ફોરેસ્ટ ખુલ્લુ મુકી દેવામાં આવશે તેવી જાહેરાત આજે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, શહેરના વોર્ડ નં.15માં આજીડેમ પાસે 37 એકર જમીન પર અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં પ્રથમ ફેસમાં રૂા.7.69 કરોડના ખર્ચે સિવિલ વર્ક કામો ચાલુ છે. અર્બન ફોરેસ્ટને મુખ્યમંત્રી દ્વારા શ્રીરામ વન નામ આપવામાં આવ્યું છે. ત્યારે ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને ધ્યાનમાં લઈ અહીં એ થીમ પર સ્કલ્પચર બનાવવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાયા હતા.
રાજકોટની દ્રષ્ટિ આર્ટના વાટાઘાટના અંતે રૂા.1.61 કરોડના ખર્ચે આપવામાં આવશે જેમાં ધનુષ્ય બાણ સાથે મુખ્ય દરવાજો, ભગવાન શ્રીરામ, રામ-સીતા-લક્ષ્મણ, જટાયુ આકારનો દ્વાર, ભગવાન રામ અને કેવટ, સીતારામ વનવાસ, રામ-લક્ષ્મણ-સબરી, ચાખડી, ભગવાન શ્રીરામનો સુઘરીવ અને જાંબુવન સાથે મેળાપ, વાનર મેળાપ સાથે રામસેતુનું નિર્માણ, હનુમાનજી સંજીવની પહાડ સાથે, રામ રાજ્યાભિષેક, રામ વનવાસનો પથ સહિતના સ્કલ્પચર મુકવામાં આવશે.