સાસણ-તાલાલાના રિસોર્ટ ખાતે રાજકોટ લઈ જઈ ત્રણેક વખત દુષ્કર્મ આચરી; લગ્નની ના પાડી ધમકી આપી
ગીર સોમનાથ જિલ્લાના તાલાલાગીર પંથકમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વિધર્મી શખ્સે જુદા જુદા સ્થળે લઈ જઈ ત્રણ વખત બળાત્કાર ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે રીક્ષા ચાલક યુવાનની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગેની પોલીસ દફતરેથક્ષ મળતી માહિતી મુજબ તાલાલાગીર પંથકમાં રહેતી 21 વર્ષની યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે તાલાલા નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક સાહીલ દલનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે છ માસ પહેલા ફરિયાદી યુવતી તાલાલા આવી હતી ત્યારે રીક્ષા ચાલક આરોપી સાથે પરીચય થતા બંનેની આંખ મળી હતી. આ વખતે આરોપીએ યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સાસણ નજીક આવેલ રીસોર્ટમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો.ત્યારબાદ થોડા સમય પછી રાજકોટ ફરવા જવાના બહાને લઈ જઈ આરોપીએ પોતાના પિતરાઈ ભાઈના ઘરે યુવતીને લઈ જઈ ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતુ અને બાદમાં તાલાલા લઈ ગયા બાદ ફરી એકવાર તાલાલા નજીક આવેલ રિસોર્ટમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યા બાદ લગ્ન કરવાનું કહેતા ઘસીને ના પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે હડધૂત કરી હતી.
આ ઘટના બાદ યુવતીએ પરિવારજનોને જાણ કર્યા બાદ ગઈકાલે સાંજે તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર, એટ્રોસીટીએકટ અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધી રીક્ષા ચાલક સાહીલ દલની ધરપકડ કરી હતી. આ બનાવની તપાસ ગીર સોમનાથ એસ.ટી. એસ.સેલના ડીવાયએસપી જી.બી. બાંભણીયા ચલાવી રહ્યા છે. ભોગ બનનાર યુવતી તેમજ આરોપીનું મેડીકલ પરીક્ષણ કરાવી વિશેષ તપાસ હાથ ધરી છે.