બ્લડ ડોનેટ કરવાથી ન માત્ર કોઇનું જીવન બચાવી શકાય છે પરંતુ બ્લડ ડોનેટ કરવું પોતાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત કેટલાય લોકો રક્તદાન કરવાથી ડરતા હોય છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે રક્તદાનથી હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો અને વજન કંટ્રોલ સહિત હેલ્થને કેટલાય ફાયદા થાય છે. બ્લડ ડોનેશન રક્તદાતાના શરીર અને મન બંને પર સકારાત્મક અસર કરે છે. એટલા માટે બ્લડ ડોનેશન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 14 જૂનના દિવસે વર્લ્ડ બ્લડ ડોનર ડે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે.
બ્લડ ડોનેટ કરવાથી આપણે કોઈનું જીવન બચાવી શકીએ છીએ. ત્યારે કામદાર ગ્રુપ ઓફ કોલેજ રાજકોટ અને પી.ડી.યુ હોસ્પીટલ અને એન.એસ.એસ. યુનીટ-૧ ના સહકાર થી કામદાર કોલેજ ઓફ નર્સિગ. રાજકોટ કોલેજ ખાતે કોલેજ્ના ટ્ર્સ્ટી શ્રી પરેશભાઇ કામદાર અને ભાવેશભાઇ કામદાર ના જન્મદિન નિમિતે “૭ મો બ્લડ ડોનેશન કેમ્પ” નુ તા.૨૭/૭/૨૦૨૧ ના રોજ આયોજન કરવામા આવેલ હતુ.
આ બ્લડ ડોનેશન કાર્યક્રમમાં મહેમાન તરીકે ડો.ધરમભાઇ કામલીયા (સીન્ડીકેટ મેમ્બર, સૌરાષ્ટ્ યુનિવર્સિટી રાજકોટ) શ્રી રાજેંન્દ્રભાઇ કામદાર (ચેરમેન શ્રી કામદાર એડ્યુકેશન ટ્રસ્ટ, રાજ્કોટ) ,શ્રી પરેશભાઇ કામદાર (ડીરેકટર, કામદાર ગ્રુપ ઑફ કોલેજ, રાજ્કોટ) હાજર રહયા હતા.૭ મો બ્લડ ડોનેશન કેમ્પ ની શરૂઆત દીપપ્રગટાવી ને કરવામા આવેલ હતી. જેમા (નર્સિગ, હોમીયોપેથીક, ફીઝીયોથેરાપી ના વિધાર્થીઓએ અને સ્ટાફ ટોટલ ૪૭ બ્લડ ડોનેશન કરવામા આવેલ હતુ.