પાંચાળની ભૂમિ એટલે સંત, સુરા અને સતીનો ભોમકા આવી પવિત્ર ભૂમિમાં થાનથી 5 કિમી દૂર આવેલા જામવાડી ગામમાં આવેલા 1200 વર્ષ જૂના મુનીની દેરી નામે ખોળખાતા શિવમંદિરમાં શિવલીંગ અને પોઠિયાને દૂર કરીને ખોદકામ કરવામાં આવતા અનેક રહસ્યો ઘેરાયા છે. આ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ 5થી 6 ફૂટનો ખાડો કરી ખોદકામ કરવામાં આવ્યુ હોવાની હાલ શંકા સેવાઇ રહી છે.
થાન પીઆઇ અને મામલતદાર સહિતની ટીમ જામવાળી ગામે પહોંચી ઘટનાનું નિરીક્ષણ કર્યું હતુંપાંચાળની પવિત્ર ભૂમિમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. જેમાં પાંચાલી અને પાંડવોની યાદ અપાવતા અનેક સ્થળો આજે પણ મોજૂદ છે.
આ મંદિરો એ પાંચાળની ભૂમિની આગવી ઓળખ તો છે જ પરંતુ સાથે સાથે લાખો શ્રધ્ધાળુઓ અને ગ્રામજનો માટે આસ્થાનું કેન્દ્ર પણ છે. થાનથી 5 કિમી દૂર આવેલા જામવાડી ગામની ભાગોળે મુનની દેવળ તરીકે ઓળખાતું પ્રખ્યાત શિવમંદિર આવેલું છે. આ શિવમંદિર 1200થી વધુ વર્ષ પ્રાચીન છે. પુરાતત્વથી રક્ષિત જાહેર કરાયું છે. મંદિર રક્ષિત, પણ રક્ષક કોઈ નહીં!:થાનના જામવાડી ગામે ગુપ્ત ધન મેળવવાની લાલચમાં 1200 વર્ષ પ્રાચીન શિવ મંદિરમાં ખોદકામ; શિવલિંગ, નંદી દૂર કરી 5 થી છ ફૂટ જેટલો ખાડો ખોદી નાખવામાં આવ્યો છે
થાનથી 5 કિમી દૂર આવેલા જામવાડી ગામમાં આવેલા 1200 વર્ષ જૂના મુનીની દેરી નામે ખોળખાતા શિવમંદિરમાં શિવલીંગ અને પોઠિયાને દૂર કરીને ખોદકામ કરવામાં આવતા અનેક રહસ્યો ઘેરાયા છે. આ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ 5થી 6 ફૂટનો ખાડો કરી ખોદકામ કરવામાં આવ્યુ હોવાની હાલ શંકા સેવાઇ રહી છે. થાન પીઆઇ અને મામલતદાર સહિતની ટીમ જામવાળી ગામે પહોંચી ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું.
પાંચાળની પવિત્ર ભૂમિમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. જેમાં પાંચાલી અને પાંડવોની યાદ અપાવતા અનેક સ્થળો આજે પણ મોજૂદ છે. આ મંદિરો એ પાંચાળની ભૂમિની આગવી ઓળખ તો છે જ પરંતુ સાથે સાથે લાખો શ્રધ્ધાળુઓ અને ગ્રામજનો માટે આસ્થાનું કેન્દ્ર પણ છે. થાનથી 5 કિમી દૂર આવેલા જામવાડી ગામની ભાગોળે મુનની દેવળ તરીકે ઓળખાતું પ્રખ્યાત શિવમંદિર આવેલું છે. આ શિવમંદિર 1200થી વધુ વર્ષ પ્રાચીન છે. પુરાતત્વથી રક્ષિત જાહેર કરાયું છે. મંદિર રક્ષિત, પણ રક્ષક કોઈ નહીં!:થાનના જામવાડી ગામે ગુપ્ત ધન મેળવવાની લાલચમાં 1200 વર્ષ પ્રાચીન શિવ મંદિરમાં ખોદકામ; શિવલિંગ, નંદી દૂર કરી 5થી 6 ખાડો ખોદી અને ધન ગોતવાની શક્યતા હાલમાં વર્તાઈ રહી છે
થાનના જામવાડીમાં આવેલા 1200 વર્ષથી વધુ પ્રાચીન શિવ મંદિરમાં ગુપ્ત ધન હોવાની આશંકાએ ખોદકામ કરતા પોલીસ, મામલતદાર સહિત પોલીસ ટીમ દોડી ગઇ હતી. જામવાડીના સરપંચ, વિશ્વ હિન્દુ પરીષદ, બજરંગ દળે મૂર્તિને વિધી વિધાનપૂર્વક પૂજન કરી સ્થાપના કરી હતી.