સોલીડ વેસ્ટ શાખાનું 51 વાહનોમાં સરપ્રાઈઝ ચેકિંગ: ગાર્બેજ કલેકશન કરતી કંપનીને 13.15 લાખની પેનલ્ટી ફટકારાઈ
મહાનગર પાલિકાની સામાન્ય સભામાં ગાર્બેજ કલેકશન બાબતે સામાન્ય ગૃહમા વિરોધ પક્ષ દ્વારા સોલિડવેસ્ટ શાખામાં કચરાની ગાડી વિશેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, શહેરમાં કચરો ઉપાડતી કોન્ટ્રાક્ટરની કંપની ગાડીમાં કેરણ ભરીને વજન વધારવામાં આવે છે અને જેમાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. તેવી રજૂઆત કરી હતી ત્યારબાદ કમિશ્નરે વિજય ખરાડી સોલીટ વેસ્ટ શાખા અધિકારીઓને સૂચના આપી કડક કાર્યવાહી કરવા કહ્યું હતું.
ત્યારબાદ મહાનગરપાલિકાની સોલીટ શાખા દ્વારા તા.27ના સવારે 8 થી બપોરના 12:30 કલાક સુધીમાં મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ગાર્બેજ કલેકશન માટે ચાલતા જુદા જુદા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ સાથે સામેલ લિસ્ટ મુજબ 48 વાહનોમાંથી ગાર્બેજ સાથોસાથ કેરણ જોવા મળેલ નથી. સરપ્રાઈઝ ચેકિંગમાં ત્રણ ગાડીમાં કચરા સાથે કેરણ મળ્યું કચરાના ડમ્પિંગ પોઇન્ટ પર 3 ગાડીઓમાં કેરણ ભરેલ મળી આવ્યું હતું.
જેમાં જીજે10 ટીએક્સ-3409 -ઓમ સ્વચ્છતા કોર્પોરેશનની ગાડીને પેનલ્ટી રૂા.4.21 લાખ, જીજે10ટીએક્સ-3385 – ઓમ સ્વચ્છતા કોર્પોરેશન ની ગાડીને પેનલ્ટી રૂા.4.59 લાખ તેમજ જીજે10 ટીએક્સ-2517 -પાવર લાઇન સેલ્સ એન્ડ સર્વિસ ગાડીને પેનલ્ટી રૂા.4.35 લાખ બે મહિનાની મારવામાં આવી છે. જ્યારે કચરાના ડમ્પિંગ સાઇટ પર કેટલા ટાઈમથી આ ગાડીઓ કચરાની જગ્યાએ કેરણભરીને આવતી હશે, તે પણ તપાસનો વિષય છે.
કેટલા સમયથી કચરાની જગ્યાએ કેરણ ભરાતું હશે અને પ્રજાના પરસેવાની કમાણીમાંથી પૈસા આપી શહેરમાંથી કચરો સફાઈ કરવામાં હવે છે અને આવી કંપનીઓ ભ્રષ્ટાચાર કરી પ્રજાના પૈસાની લૂંટ ચલાવે છે. મહાનગર સોલિડવેસ્ટ કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવા જણાવ્યું હતું. જ્યારે કુલ 51 ગાડીઓનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં 3 ગાડીમાં કચરા સાથે કેરણ જોવા મળ્યું હતું.