હિતેશ રાવલ, સાબરકાંઠા
સાબરકાંઠા પણ આવી જ એક ઘટના બની છે. સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવે પર પાણી ભરાયા છે. પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી વાહન ચાલકોની પરેશાની સાથે વાહનને પણ નુકશાન થાય છે.સિક્સ લેન રોડ બનાવવા કરેલ ખોડકામમાં વરસાદી પાણી ભરાતા હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં પાણી ભરવાને કારણે વહેલી સવારે પાણીમાં ઇકો ફસાઈ ગઈ હતી. ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા. ક્રેન દ્વારા ઈકોને પાણીમાંથી બહાર કાઢી લેવામાં આવી હતી. ખોડકામમાં વરસાદી પાણી ભરાતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકો દ્વારા આ પ્રશ્ન અંગે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
સાબરકાંઠાના નેશનલ હાઇવે રોડ પર આડેધડ ડાઈવરજન અને ખાડાઓને કારણે વાહન ચાલકો પરેશાન છે. સાબરકાંઠાના નેશનલ હાઇવે ૮ પર પાણી ભરાવાના મુદે અને રોડની બિસ્માર હાલત, ભૂંવા અને ટોલ ટેક્ષ વસુલાતને લઈને કોંગી કાર્યકર્તાઓ રોષે ભરાયા છે. સ્થાનિકો દ્વારા અધિકારીને રજૂઆત કરતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી તેથી સ્થાનિકો પણ રોષે ભરાયા છે. આ મુદે પ્રાંતિજમાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.