જય વિરાણી, કેશોદ:
ચોમાસામાં વરસાદી માહોલ વચ્ચે ઘણાં લોકો પોત પોતાની પસંદગી મુજબ ઉજવણી કરતાં હોય છે ત્યારે કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયા પછી ફજેતી થાય છે. તાલુકાના કોલેજ રોડ પર બડા સોસાયટી પાસે ખાંચામાં તીનપત્તીનો જુગાર ચાલી રહ્યો હતો. આ વિશેની માહિતી મળતા કેશોદ પોલીસ ત્રાટકીને રંગમાં ભંગ પાડ્યો છે. પોલીસે રેડ પાડીને નવ પતાપ્રેમીઓને ઝડપી લીધા હતા.
કેશોદ પોલીસને ઝપટે ચડેલાં રાજુભાઈ કીસાભાઈ જે રાયકાનગરમાં રહે છે, મેરામણભાઇ નાથાભાઈ જે બડા સોસાયટી પાસે,કુલદીપભાઈ શીવાજીભાઈ જે ભક્તિનગર પાસે રહે છે શૈલેષભાઈ વશરામભાઈ રહેવાસી આબેચા, વિજયભાઈ મુકેશભાઈ રહેવાસી રાયકાનગર, ક્રિપાલસિંહ મહીપતસિહ રહેવાસી ગંગનાથપરા, ભરતભાઈ ભીખાભાઈ રહેવાસી ઈન્દીરાનગર, નારણભાઈ બાવનભાઈ રહેવાસી રાયકાનગર,હરદાસભાઈ અરજણભાઇ જે મોમાઈ સોસાયટીમાં રહે છે.
આ નવ આરોપીને રોકડા રૂપિયા ૧૫૬૦૦/- સાથે મોબાઈલ ફોન નંગ છ ની કિંમત રૂપિયા ૨૩૦૦૦/- મળીને કુલ રૂપિયા ૩૮૬૦૦/- નો મુદ્દામાલ કબજે લઈને જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદના કોલેજ રોડ પર આવેલી બડા સોસાયટી પાસે ખાંચામાં તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી પાડવાની કામગીરી માં ઇન્ચાર્જ પીઆઇ એમ બી ચૌહાણ, પીએસઆઇ એસ એન સોનારા, પોલીસ કોન્સ્ટેબલ યશવંતસિંહ યાદવ, સંજયસિંહ ઝાલા, કિરણભાઈ ડાભી, કનકભાઈ બોરીચા, જયેશભાઈ ભેડા જોડાઈ સફળ રેડ કરી હતી.