ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણિયોર આઉટ પોસ્ટ પોલીસચોકી માટેની જમીન છેલ્લા 10 વર્ષથી ફાળવી દેવામાં આવી છે. જે તે વખતે સરપંચ દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું પરંતુ આ પોલીસ સ્ટેશનનું કામ ચાલુ ના થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસ સ્ટેશનનું બોર્ડ એક ભાડાની દુકાન આગળ લગાવવામાં આવ્યું છે.
અહીં યોગ્ય સગવડના અભાવે પોલીસ સ્ટાફ રહેતો નથી.માત્ર ને માત્ર બતાવવા પૂરતું જ પોલીસ સ્ટેશન છે. આ પોલીસ સ્ટેશન 10 વર્ષ અગાઉ મંજુર થયું હતું.જેનું સરપંચ દ્વારા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું તે જગ્યા એ હાલ તારની વાડથી કોર્ડન કરેલી છે.તાલુકાનું બીજા નંબરનું આ મોટું સેન્ટર છે.જેમાં 30 થી પણ વધુ ગામડાઓ આવેલા છે.ત્યારે ગ્રામજનો તથા પૂર્વ સરપંચની માંગ છે કે આ આઉટ પોલીસસ્ટેશનની કામગીરી ઝડપ થી કરવામાં આવે..