કોરોનાને કાબૂ લેવા માટે રસીકરણ ઝુંબેશ પૂરજોશમાં : કોઇ વ્યક્તિ સુર્ક્ષા કવચથી ન રહે તેવા સરકારના પ્રયાસ
કોરોનાને કાબૂ લેવામાં સફળ રહેલાં દેશોમાં ભારત સૌથી મોખરે થવા પામ્યું છે. દેશભરમાં જુલાઇ મહિનાના અંત સુધીમાં 44 કરોડ નાગરિકોને એન્ટી કોવિડ રસીકરણથી સુરક્ષિત કરવાનું લક્ષ્ય પુરૂં કરવા માટે ચક્રોગતિમાન થયા છે. ઉત્તર-પૂર્વમાં આસામમાં 16% અને 7 માંથી 4 જિલ્લાઓમાં રસીકરણની ઝુંબેશ પુરજોશમાં ચલાવવામાં આવી રહી છે.
જુલાઇ મહિનામાં સંક્રમિત દર્દીઓની સંખ્યામાં 16.2 ટકાનો વધારો નોંધાયાની સામે રસીકરણ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે. મુંબઇ ડોઝના અછતના કારણે બંધ પડેલી રસીકરણની ઝુંબેશ તેજ કરાવવામાં આવી રહી છે. સોમવારે દેશમાં 44 કરોડ એન્ટી કોવિડ ડોઝની ઉપલબ્ધિ સાથે દરરોજના અઢી કરોડ ડોઝ સાથે 4 ટકાના દરે રસીકરણની ઝુંબેશ આગળ વધારવામાં આવી રહી છે.
જૂન મહિનામાં 12 કરોડ ડોઝ અને મેં મહિનામાં 5 કરોડ ડોઝ અપાયા હતાં. એન.ડી.આર .એફ.ની ટીમોએ પૂરગ્રસ્તો વિસ્તારમાં હાથ ધરીને રસીકરણ ઝુંબેશની અટકી ગયેલી પ્રક્રિયા આગળ ધરી હતી. રસીકરણના કવચથી રિક્વરી રેટ 97.4 ટકાથી વધી ગયો છે. સોમવારે દેશભરમાં એન્ટી કોવિડ વેક્સીનના 44 કરોડના આંકને પાર કરવામાં સફળતા મળી હતી.