મેડિકલમાં પ્રવેશ માટેની નીટ પીજી અને યુજીની પરીક્ષાઓની જાહેરાત બાદ હવે એન્જીનીયરીંગમાં પ્રવેશ મેળવવા માટે JEEની પરીક્ષાની પણ જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને JEE (Advanced) 2021 એક્ઝામની જાહેરાત કરી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેદ્ર પ્રધાને સોમવારે ટ્વીટ કરીને આઈઆઈટીમાં પ્રવેશ માટે JEE (Advanced) 2021ની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરતા લખ્યું JEE (Advanced) 2021ની પરીક્ષા આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાશે. પરીક્ષા તમામ કોરોના પ્રોટોકોલનું પાલન કરીને યોજાશે. તો, ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મહારાષ્ટ્રના જે વિદ્યાર્થીઓ પરીક્ષાના ત્રીજા તબક્કામાં સામેલ નથી થઇ શકતા તેમને પરીક્ષા આપવાની વધુ એક તક આપવામાં આવશે.
અગાઉ જેઇઇ એડવાન્સની પરીક્ષા 7મી જુલાઈના રોજ યોજાવાની હતી પરંતુ કોરોનાની બીજી લહેરને ધ્યાને રાખી આ પરિક્ષા મૌકૂફ રાખવામાં આવી હતી. હવે જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો ચવા ત્યારે સરકાર દ્વારા એક બાદ એક પરીક્ષાની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી રહી છે .
આઈઆઈટી અને એન્જીનીયરિંગમાં પ્રવેશ મેળવવા માટે
જેઇઇ એડવાન્સની પરીક્ષા પાસ કરવી પડે છે. જો કે હવે આ પરીક્ષા મોડી યોજાઈ રહી છે ત્યારે એન્જીનીયરિંગમાં પણ પ્રવેશ મોડા શરૂ થાય તેવી શકયતા છે.