સાંપ્રત સમાજમાં દંપતિઓ વચ્ચેની તકરાર અનેક કિસ્સા અદાલતના દરવાજા સુધી પહોંચ્યા છે ત્યારે અમદાવાદ સ્થિપ દંપતિ વચ્ચે ચાલતા વિવાદમાં વાત છૂટાછેટા સુધી પહોંચી ગઇ હતી.જેમાં પતિ દ્વારા ગાંધીનગર કોર્ટમાં છૂટાછેટા માટે કરેલી અરજી અદાલતે પાયા વિહોણી હોવાનું જણાવી નકારી કાઢી હતી.
ડોમેસ્ટીક વાયલન્સ કેસમાં સીમાચિન્હરૂપ આ ચુકાદામાં અગાઉ પત્નિને તેની જાણવણીની રકમ ચુકવવાનો આદેશ આપ્યો હોવા છતા પત્નિ દ્વારા જાળવણીની રકમ વસૂલવા બીજી અરજી કરવામાં આવી હતી.
જે અરજી અને પોલીસ કેસને આધાર બનાવી પતિ દ્વારા છૂટાછેડાની અરજી કરી હતી જે અદાલતે પાયા વિહોણા હોવાનું જણાવી નકારી કાઢી હતી.
અમદાવાદ ચાંદપેડા સ્થિત દંપતિના જુન 2015માં લગ્ન થયા હતા બાદમાં 2017માં પતિ દ્વારા ગાંધીનગર સિવિલ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. જેમાં પત્નિની ક્રૂરતા હોવાના આક્ષેપો કર્યા હતા. પત્નિ સાસરીયામાં રહેવા તૈયાર ન હોતી અને વૃધ્ધ માતા-પિતા સાથે ઝઘડા કરી હોવાનું તેમજ 2016માં ગર્ભવતી થઇ ત્યારે ગર્ભપાત માટે આગ્રહ કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.
પતિ દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી હતી કે પત્નિ તેના પરિવારને હેરાન-પરેશાન કરવા અને તેને આર્થિક નુકશાન પહોંચાડવા માટે દાવાઓ દાખલ કરતી રહે છે. તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની પત્નિએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 2017માં ફરીયાદ નોંધાવી હતી અને તે પહેલા ફેમીલી કોર્ટમાં પણ અરજી કરી હતી.