૨૮ સપ્ટેમ્બરથી ન્યુઝીલેન્ડ સામે રમનારી શ્રેણીમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૭મી સપ્ટેમ્બરથી ૧૩મી ઓકટોબર સુધી રમનારી લીગ નવા નિયમો આવ્યા હોવા છતાં જુના નિયમો પ્રમાણે રમાશે. તેના નવા નિયમો ૨૮ સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. તેમાં વિરાટ કોહલી અને તેની ટીમ નવા નિયમો મુજબ ન્યુઝીલેન્ડ સામે ઓકટોબરના મધ્યમાં રમશે. આઈસીસીના નવા નિયમો સાઉથ આફ્રિકા વિરુઘ્ધ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વિરુઘ્ધ શ્રીલંકા વચ્ચેની યોજાનારી ક્રિકેટ લીગ સુધીમાં લાગુ કરી દેવામાં આવશે.નવા નિયમો પ્રમાણે ક્રિકેટના સાધનોની સાઈઝમાં ડીઆરએસના વપરાશમાં ઓકટોબર ૧ થી લાગુ પડવાના હતા પરંતુ બે ટેસ્ટ શ્રેણી શ‚ થઈ રહી હોવાને કારણે આ નિયમોની અમલવારી સપ્ટેમ્બર ૨૮થી કરવામાં આશવે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પાંચ વન-ડે તથા ત્રણ ઈન્ટરનેશનલ મેચો ઓકટોબરના બીજા સપ્તાહ સુધી રમાવાની હોવાને કારણે તેમાં ક્ધફયુઝન ન સર્જાય તેના માટે રાબેતા મુજબ મેચ રમવામાં આવશે. જેની મંજુરી આઈસીસીઆઈએ આપી છે. જેથી ગુંચવણ ન ઉભી થાય. નિયમો મુજબ બેટની જાડાઈ અને પહોળાઈમાં ફેરફારો કરવામાં આવશે. તેની સાથે જ ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે. જે બાબતે બીસીસીઆઈના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, ઓકટોબરમાં રમાનારી ભારત વિરુઘ્ધ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી પ્રથમ હશે જેમાં નવા નિયમો લાગુ થશે.