બોલિવૂડ અને ક્રિકેટર્સ વચ્ચે એક અનોખો જ સબંધ હોય છે. ઘણી વખત સેલીબ્રીટીસ અને ક્રિકેટર્સ સાથે જોવા મળે છે. કોઈ એવોર્ડ હોય કોઈનો બર્થડે હોય કે મોટું ફંક્શન હોય. ત્યારે હાલમાં જ રણવીર સીંગ તથા ક્રિકેટના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની એક ફૂટબોલ મેચમાં સાથે જોવા મળ્યા.
મુંબઈના બાંદ્રા સ્થિત ઓલ સ્ટાર ફૂટબોલ ક્લબમાં એક ફૂટબોલ ટુર્નામેન્ટ દરમિયાન બોલીવુડ એકટર રણવીર સીંગ અને ક્રિકેટના દિગ્ગજ ખેલાડી અને મહાન ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા. સૈફ અલીખાનના પુત્ર ઇબ્રાહિમ ખાન સામેની ટિમ તરફથી તેઓ એકસાથે ફૂટબોલ રમી રહ્યા હતા તે તસ્વીર અને વિડિઓ પણ રણવીર સીંગે પોતાના સોશ્યિલ મીડિયા પ્રોફાઇલ પર શેર કરી અને કહ્યું હતું કે “બડે ભાઈ કે ચરણો મેં હંમેશા” આ ક્વોટ સાથે તેમનો અને ધોનીનો ફોટો શેર કર્યો હતો.
મેચ દરમિયાન ગોલ થયા બાદ રણવીરે ધોનીને ભેટીને તેને શુભેચ્છા પાઠવી હતી અને આ ફોટો તેણે સોશ્યિલ મીડિયામાં શેર કર્યો હતો. જો કે ધોનીનું વ્યક્તિત્વ જ માણસને મજબુર કરી દે છે કે તેઓ આપોઆપ કોઈના પણ આઇડલ બની જાય છે. બોલિવૂડ શહેંશાહ અમિતાભ બચ્ચનના પણ ફેવરિટ છે ધોની.
થોડા સમય પહેલા જયારે ધોની અને દીપિકા પાદુકોણેનું નામ ચર્ચાનો વિષય બની ગયું હતું. બંને વચ્ચે અફેર હોઈ તેવું પણ ચર્ચાય રહ્યું હતું. પરંતુ બંનેમાંથી કોઈએ પણ ઓફીસીઅલ સ્ટેટમેન્ટ નોતું આપ્યું કે ખરેખર તેઓ મિત્ર છે કે શું છે. ત્યારે ત્યાર બાદ ધોનીના લગ્ન શાક્ષી તન્વર સાથે થઇ ગયા અને ધોની ફેન્સને ખબર પડી ગઈ કે આ બધું એક અફવા જ હતું, જો કે સામે રણવીરનો સ્વભાવ પણ ખુબ રમુજી છે તેઓ જેને પણ મળે છે તેની સાથે મિત્રતા બનાવના પ્રયાસો કરે છે અને ખુબ જ મસ્તી કરે છે. જયારે એ વાત સામે આવી કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં વધુ બે સિતારાઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેઓ થોડા સમય માં જ લગ્ન કરવા જઈ રહ્યા છે તે રણવીર સીંગ અને દીપિકા પાદુકોણે જ છે.. તે બંનેનું બોન્ડિંગ તે બંને એ કરેલી ફિલ્મ “બાજીરાવ મસ્તાની’, “પદ્મવત” કરેલી હતી ત્યારથી જ તેઓનું અફેર હોય તેવું ચર્ચાય રહ્યું હતું.
ત્યારે ધોનીની વાત કરીએ તો તેઓને ક્રિકેટ સિવાય ફૂટબોલમાં પણ પોતાનું એક અલગ સ્થાન બનાવેલ છે જે દરેક ક્રિકેટર્સમાં નથી હોતું. ધોનીને જયારે પણ સમય મળે છે ત્યારે તેઓ કોઈ પણ જગ્યાએ હોય ફૂટબોલ અચૂક રામે છે. ધોનીનું ફૂટબોલ પ્રત્યે એવું માનવું છે કે ફૂટબોલ એક એવી ગેમ છે જેમાં શરીરને પૂરતી કસરત મળે છે અને જેઓ ક્રિકેટર્સ ફૂટબોલ રમેં છે તેઓને ક્રિકેટ જરાય અઘરું નથી લાગતું. અને વાસ્તવિક રીતે આ વાત સાચી પણ છે.