પોરબંદર, અશોક થાનકી: કીડી ખાઉ પ્રાણી આવું નામ સાંભળતા જ આશ્ચર્ય પામી જવાય છે. કઇંક અજુકતું નામ લાગતું કીડિ ખાઉ કોઈ કીડી કે કીડીની પ્રજાતિ તો નથી ને ? પરંતુ આ ફક્ત જંગલ વિસ્તારમાં જોવા મળતું દુર્લભ પ્રાણી છે જેનું નામ ગઢશીશાના છે પરંતુ તેને તળપદી ભાષામાં કીડી ખાઉ કહેવાય છે. આ દુર્લભ પ્રાણી કિડી માકોડા ખાઈને જ પોતાનું આખું જીવન વિતાવે છે.
દુર્લભ પ્રજાતિનું ગણાતુ કીડી ખાઉં નામનું પ્રાણી પોરબંદર ના બરડા પંથકમાં જોવા મળ્યું હતું જેનું રેસ્ક્યું કરી વનવિભાગ દ્વારા પકડી લેવામાં આવ્યું હતું. માંડ પાંજરે પુરાયું અને બાદમાં તેને બરડા ડુંગર ના જંગલ વિસ્તાર માં છોડવામાં આવ્યું હતું .
શું હતી સમગ્ર ઘટના ?
પોરબંદરના બરડા વિસ્તારના નાગકા ગામમાં એક ખેડૂતના ખેતરમાં આ પ્રકારનું પ્રાણી ચડી આવ્યું હતું. જે અંગે વન વિભાગને જાણ થતાં વનવિભાગના મહેન્દ્રભાઈ ચોહાણ સહિતના કર્મચારીઓ ત્યાં દોડી ગયા હતા.આ કીડી ખાઉ રેસક્યું કરીને તેને પકડી પાડ્યું હતું કિડીખાઉંનું અંગ્રેજી નામ પેંગોલીન છે પોરબંદર વન વિભાગ દ્વારા પકડી પાડવામાં આવેલ આ કિડીખાઉંની લંબાઈ ચાર ફૂટ અને 20 કિલો કરતા પણ વજન ધરાવે છે. વન વિભાગ દ્વારા તેને પોરબંદરના પક્ષી અભ્યાણ્ય ખાતે લાવવામાં આવ્યું હતું અને બાદમાં તેને બરડા ડુંગરના સલામત વિસ્તારમાં છોડી દેવામાં આવશે.