‘અબતક’ સાથેની ખાસ વાતચીત: આ યાત્રા તિહાડ જેલથી મુખ્ય શરૂઆત કરાઇ: રાષ્ટ્રીય અધ્યક્ષ રામકૃષ્ણજી

ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન- ન્યૂ દિલ્હી દ્વારા તા.18/07/2021થી તા.24/07/2021 સુધી સાત દિવસીય “ગીતા સંદેશ યાત્રા” આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાનો ઉદ્ેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા, માનવાધિકાર તથા વિશ્ર્વશાંતિ છે. આ ત્રણ મુદ્દાઓની સાથે શ્રીમદ્ ભગવત ગીતાને વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જોડીને સંસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષ રામકૃષ્ણ ગોસ્વામી સ્કૂલ, કોલેજો અને યુનિવર્સિટીઓ સુધી ગીતાનો સંદેશ પહોંચાડી રહ્યાં છે.

મહારાણા પ્રતાપની વીરભૂમિ રાજસ્થાનના હલ્દીઘાટીથી 18 જુલાઇએ શરૂ થયેલી આ યાત્રા જયપુર, ઉદયપુર સહિત રાજસ્થાનના વિવિધ શહેરોમાંથી પસાર થઇ ગુજરાતના ગાંધીનગર-અમદાવાદ રાજકોટ થઇ દ્વારકા પહોંચશે. આ યાત્રાની સૌરાષ્ટ્ર ક્ષેત્રની તમામ વ્યવસ્થા સંસ્થાના સૌરાષ્ટ્ર-કચ્છ અધ્યક્ષ પ્રો. ડો.જે.એમ.પનારા યોજના પ્રમુખ, પ્રો. ડો.જીવાભાઇ વાળા (સોમનાથ-વેરાવળ)ના માર્ગદર્શનમાં આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગૃપની પ્રદેશ કોર કમીટીના સભ્ય ઘનશ્યામભાઇ હેરભા, ગૃપના ફાઉન્ડર એડમીશન જે.આર. રામ (સુરેન્દ્રનગર), સહ એડમીન મયુરભાઇ બલદાણીયા (સુરત), રાજકોટ ચેમ્બર તત્કાલીન પ્રમુખ ગૌતમભાઇ ધમસાણિયા, સહ એડમીન સંજયભાઇ છૈયા, કોર કમિટિના સભ્ય નિતીનભાઇ ભાટીયા, ગાંધીનગર (અમદાવાદ), બાબુભાઇ ડાંગર (કચ્છ), મિલનભાઇ કુવાડિયા (ભાવનગર), વીરાભાઇ આહિર (રાજકોટ) વગેરે સંભાળી રહ્યાં છે. જ્યારે દ્વારિકા જિલ્લા તથા મંદિર ખાતે સમાપનની વ્યવસ્થા દ્વારકા જિલ્લા ક્ધવીનર રૂદ્ર આહિર તથા તેની ટીમ સંભાળી રહ્યાં છે.

આજે રાજકોટમાં વૈચારિક ક્રાંતિ ગૃપના અગ્રણીઓ, ફિલ્ડમાર્શલ તથા ગોવાણી ક્ધયા છાત્રાલયના અગ્રણીઓ ઉમિયા માતાજી સીદસરના ટ્રસ્ટ પરસોત્તમભાઇ ફળદુ, પ્રા.ડો.યશવંત ગોસ્વામી તથા વિવિધ સંસ્થાઓ દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું.

રાજકોટથી દ્વારિકા જતા રસ્તામાં જી.એમ.પટેલ ક્ધયા છાત્રાલય તથા ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલ ખાતે પ્રિ.બી.જી. કાનાણીના માર્ગદર્શનમાં સંસ્થાની દીકરીઓ હોદ્ેદારો તથા સ્ટાફ દ્વારા તથા ખંભાળિયાના હર્ષદપુર રોડ પર આવેલ આહિર ક્ધયા છાત્રાલય ખાતે દિકરીઓ તથા સંસ્થાના હોદ્ેદારો દ્વારકા નજીક આવેલ કોરડા ગામ ખાતે આહિર સમાજના આગેવાનો, આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગૃપના દ્વારકા જિલ્લાના ક્ધવીનર રૂદ્રભાઇ આહિર તથા તેની ટીમના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવશે.

તા.24/7ના દ્વારિકામાં સન્માન કાર્યક્રમ અંતર્ગત દ્વારકાધીશના મંદિર ખાતે દર્શન તથા ગીતાજીનું પુજન-અર્ચન કર્યા બાદ યાદવ ભવન ખાતે “ધર્મ સંસદ” કાર્યક્રમમાં ગીતાજીનું વિતરણ કરાશે.

રામકૃષ્ણ ગોસ્વામીજીએ ગીતા સંદેશ આપતા જણાવ્યું કે કર્મયોગના રસ્તા પર ચાલવા માટે ગીતાનું અધ્યયન ખૂબ જ જરૂરી છે. આપણે શ્રીમદ્ ભગવદગીતાના માધ્યમથી માનવ ચરિત્રનું નિર્માણ કરવાનું છે. જેથી માનવી અપરાધોથી પણ બચી શકે. તેમણે કહ્યું કે વિશ્ર્વ, રાષ્ટ્ર, સમાજ, પરિવાર અને વ્યક્તિના નિશ્ર્ચિત કલ્યાણનું સાધન ગીતાનો નિષ્કામ કર્મયોગ જ છે, આ મહામંત્રને ધ્યાનમાં રાખીને ગીતાને જન-જન સુધી પહોંચાડવાનું કાર્ય આ સંસ્થા કરી રહી છે. તેમણે કહ્યું કે ભગવાન શ્રીરામ, શ્રીકૃષ્ણ, મહારાણા પ્રતાપ, ચાણક્ય, વિવેકાનંદ, લોકમાન્ય તિલક વગેરેએ ધર્મના રક્ષણ માટે રાજનીતી કરી હતી. રાજનીતીથી મોટો કોઇ માનવ ધર્મ નથી. ગીતા જીવન પથ પર નિરંતર કર્મ કરવાનું શિક્ષણ આપે છે. ગીતા સંદેશના માધ્યમથી યુવાનોને સંસ્કાર તથા નૈતિક મૂલ્યોનું જ્ઞાન આપવાની જરૂર છે. જેથી સમગ્ર દેશમાં દેશભક્તિ તથા કર્તવ્ય પરાયણની ભાવના વિકસિત થાય. ભગવત ગીતા વૈશ્ર્વિક શાંતિ અને સુરક્ષાનું ઇશ્ર્વરીયા ઘોષણા પત્ર છે. ગીતા ચરિત્ર નિર્માણનો ઉત્તમ ગ્રંથ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.