અફઘાનિસ્તાન પર સરીયત અને ધર્મના ઠેકેદારો ના દાવા કરનાર તાલિબાનોએ પુનઃ કબજો કરી લીધો છે અને સરકાર હાસ્યમાં ધકેલાઈ રહી છે ત્યારે તાલિબાનોનો અસલી ચહેરો હવે ધીરે ધીરે બહાર આવતો જતો હોય તેમ ધર્મના નામે શરિયત ના અમલ ની વાતો કરી સત્તામાં આવનાર તાલિબાનો ખરેખર ધર્મ થી કેટલા દુર છે અને ઇસ્લામથી તદ્દન વિપરીત કાર્યવાહીમાં સંડોવાયેલા છે તેનો પુરાવો જગત સામે આવતો જાય છે.
દેશોમાં પહોંચાડવાનું ભારતને દ્વાર બનાવતા તાલિબાનો
ધર્મ ઝનૂન અને શરિયતના નામે અફઘાન પર કબજો કરનારા તાલિબાનોનું બીજું રૂપ એટલે “વૈશ્વિક ડ્રગ માફિયાઓની સિન્ડિકેટ”
તાલિબાન વિશ્વ ડ્રગ માફિયા સિન્ડિકેટ માટે કામ કરતું હોવાનું અને પશ્ચિમમાં કેફીદ્રવ્યો મોકલવા માટે ભારતનું દ્વાર તરીકે ઉપયોગ કરતું હોવાનું બહાર આવ્યું છે અફઘાનિસ્તાનમાં સત્તાના તાલિબાનીકરણ એ સમગ્ર વિશ્વને ચિંતામાં ગરકાવ કરી દીધું છે તેમાં ભારત સવિશેષ સાઉથ રહેવાની આવશ્યકતા છે જમીનની રીતે ભારત સાથે જોડાયેલા અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા ને લઈને હવે પાકિસ્તાનના અંતરીયો આઇએસઆઇ એજન્ટ ની સાથે સાથે ડ્રગ માફિયા અને ગેરકાયદેસર શસ્ત્રના સોદાગરો ની સિન્ડિકેટ સક્રિય થઇ જશે અને ભારતની ભૂમિ નો દુરુપયોગ કરવાનો ખતરો વધી જવાથી ભારતે વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે
હૈદરાબાદમાં છેલ્લા ત્રણ અઠવાડિયામાં વિમાનમથકે થી પકડાયેલા ડ્રગ કેરિયર ની તપાસમાં પકડાયેલું હિરોઈન અફઘાનિસ્તાનથી આવ્યું હતું અને ઓસ્ટ્રેલિયા મોઝામ્બિક જોહન સબ્રગ દોહા તરફ દિલ્હીહૈદરાબાદ બેંગલરથી મોકલવાનું નેટવર્ક ગોઠવાયું હોવાનું બહાર આવ્યું છે અફઘાનિસ્તાનના તાલિબાનોએ સમગ્ર વિશ્વમાં સૌથી મોંઘા ભાવે વેચાતા હિરોઈન નો કારોબાર પોતાના હાથમાં લઈ લીધો છે.
વિશ્વમાં કેફી દ્રવ્યોનો વેપાર કરવા માટે તાલિબાનો પાછલા દરવાજે ભારત નો ઉપયોગ કરી રહ્યા છેવૈશ્વિક ટ્રકમાંથી આવો ઓસ્ટ્રેલિયા અમેરિકા અને યુરોપમાં અફઘાનિસ્તાનથી માલ મોકલવા માટે પાકિસ્તાનના દક્ષિણ પૂર્વ દરિયાકાંઠા એ નાની હોડીઓ મારફત મોઝામ્બિક દરિયા કાઠે અને ત્યાંથી મોટર માર્ગે જોન્સ બ્રગ સુધી પહોંચાડે છે જો કે ૧૯મી જુલાઇએ દોહા થઈ જોનેસબર્ગથી આવેલા એક જાંબિયાન નાગરિકને રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ૨૧ કરોડના મૂલ્યના સવા ત્રણ કિલો હિરોઈન સાથે ઝડપી લીધો હતો આ અગાઉ પણ યુગાન્ડા અને જાંબલી આખી આવેલી બે મહિલાઓ પાસેથી ૭૮ કરોડનો માલ પકડાયો હતો તાલિબાનો એ હિરોઈનના આંતરરાષ્ટ્રીય રેકેટ માં ભારતીય ભૂમિ નો ઉપયોગ કરવાની રણનીતિ અખત્યાર કરી છે