શહેરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી છેલ્લા એક મહિનાથી મંથરગતિએ ચાલી રહી છે. પુરતા પ્રમાણમાં સ્ટોક ન મળવાના કારણે રસીકરણ અભિયાન પર તેની અસર પડી રહી છે. દરમિયાન છેલ્લા 6 મહિનામાં 78 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે બે ડોઝ લઈ સુરક્ષીત થનાર લોકોની સંખ્યા પણ 30.53 ટકાએ પહોંચી છે.
રાજકોટમાં ગત 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. 7,20,161 લોકોને કોવિશિલ્ડ વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જ્યારે બન્ને ડોઝ લેનારની સંખ્યા 1,99,096 જેવી થવા પામે છે. કો-વેક્સિન લેનારની સંખ્યા 44284એ પહોંચી જવા પામી છે. જેની સામે 32682 લોકોએ કો-વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે.
શહેરમાં કુલ 7,64,444 લોકોએ કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો પ્રથમ જ્યારે 2,31,778 લોકોએ બન્ને ડોઝ લઈ લીધા છે. 18 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા 9,93,428 લોકો કોરોનાની વેક્સિન લેવા માટે નિર્ધારીત કરાયા છે. જેની સામે 78 ટકા લક્ષ્યાંક આજ સુધીમાં સિદ્ધ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બન્ને ડોઝ લેનારની સંખ્યા પણ 30.53 ટકાએ પહોંચી જવા પામી છે.