શહેરની ભાગોળે પ્રાકૃતિ સૌંદર્યથી સમૃધ્ધ એવા ઈશ્ર્વરીયા પાર્ક ખાતે 10 એકર જમીનમાં રૂ. 78 કરોડના ખર્ચે તૈયાર થનાર સાયન્સ સિટી આગામી સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં ખુલ્લું મુકાઈ તેવી સંભાવના છે. હાલ આ સમય મર્યાદામાં તંત્ર દ્વારા કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તરફથી નસ્ત્રસ્માર્ટ સિટી રાજકોટને એકથી એક શાનદાર ભેંટ મળી રહી છે. ખાસ કરીને સાયન્સ સીટીની એવી ભેટ છે જે કશુંક નવું નવું જાણવાની બાળકોથી માંડીને મોટેરાઓની તાલાવેલી-ઉત્સૂક્તાને સંતુષ્ટ કરશે. વિજ્ઞાન હરહંમેશ અચરજ અને આકર્ષણનો વિષય બની રહેતો હોઈ આ અદભૂત પ્રોજેક્ટ માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થી ભાઈ બહેનો અને એમાંય ખાસ કરીને સાયન્સના છાત્રો માટે આશીર્વાદરૂપ બની રહેશે.
ખાસ કરીને સાયન્સ સ્કૂલ-કોલેજોના વિદ્યાર્થી ભાઈ-બહેનોને વિશે રૂપથી સાયન્સ મ્યુઝિયમ ઉપયોગી પૂરવાર થઇ શકશે. ઈશ્વરીયા નજીક આકાર લેતા સાયન્સ સિટીમાં રોબોટિક ગેલેરી, મશીન ગેલેરી, સિરામિક ગેલેરી, નોબલ ગેલેરી અને લાઇફસ્ટાઇલ ગેલેરી સહિતના અનેક આકર્ષણો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે આ સાયન્સ સિટીનું લોકાર્પણ આગામી સપ્ટેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં થાય તેવી શકયતા છે. રાજ્ય સરકારના સતત સહયોગ સાથે આગળ ધપી રહેલી રાજકોટની વિકાસયાત્રા બદલ રાજકોટના મહાનુભાવો અનેક વખત આભારની લાગણી પ્રગટ કરી ચુક્યા છે. સાયન્સ મ્યુઝિયમ એન્ડ સિટી પ્રોજેક્ટ પ્રોજેક્ટથી રાજકોટ શહેરની નસ્ત્રસ્માર્ટ સિટી નસ્ત્રની કલ્પના ખરેખર સાકાર થવા જઈ રહી છે.
માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ માટે અત્યંત ગૌરવપૂર્ણ સાયન્સ સિટી અને સાયન્સ મ્યુઝિયમ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભવિષ્યમાં એક એમ.ઓ.યુ. પણ કરવામાં આવનાર છે. અત્યારે સાયન્સ સિટીના નિર્માણનું કામ પુરઝડપે ચાલી રહ્યું છે. જે નાગરિકો માટે આ પ્રોજેક્ટ એક નવલું નઝરાણું બની રહેશે. રાજકોટની અવનવી ભૌતિક સુવિધાઓમાં વધારો કરનાર ઈશ્વરીયા પાર્ક સ્થિત આ સૂચિત સાયન્સ મ્યુઝિયમ પ્રોજેક્ટનું બાંધકામ પૂર્ણ થયા બાદ આ સમગ્ર સંકુલના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારશ્રીના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે એક એમ.ઓ.યુ. (સમજુતી કરાર) કરવામાં આવશે.
ઇવીએમ વેરહાઉસનું ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ઉદઘાટન માટે ચાલતી કવાયત
સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં સરપંચથી લઇને સાંસદ સુધીની ચુંટણીઓ ઇવીએમથી થાય છે. અને ચુટણી પરિમાણો આવતાની સાથે પક્ષ કે વિપક્ષ હારનો ટોપલો ઊટખ પર નાખે છે. ત્યારે સવાલ એ છેકે શું ઊટખ કે વિવીપેટ સુરક્ષિત નથી. આ પ્રશ્નો હજુ કોઇ ચોક્ક્સ ઉત્તર નથી પણ ઇવીએમની સાચવણી માટે ચુંટણી પંચ યોગ્ય પગલાં લઇ રહ્યુ છે. સામે ચુંટણી પંચ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં ઇવીએમ વેર હાઉસ 33 જીલ્લામાં વેર હાઉસ ભવન નિર્માણ થઈ રહ્યા છે.
જે અંતર્ગત રાજકોટમાં માધાપર ચોકડી પાસે 6 કરોડના ખર્ચે ઇલેકટ્રોનીક-વોટીંગ મશીનને સાચવવા માટે ચૂંટણી પંચની ગ્રાંટમાંથી રાજકોટ કલેકટર તંત્ર અદ્યતન વેરહાઉસ બનાવી રહ્યું છે. જેમાં મોટાભાગની કામગીરી પૂરી થઇ છે. ખાલી ફીનીસીંગ બાકી રહ્યું છે.આ વેરહાઉસમાં રાજકોટ શહેર-જીલ્લાની તમામ ધારાસભા બેઠકના ઇવીએમ ઉપરાંત અન્ય જીલ્લાના પણ ઇવીએમ રહી શકે તેવી સુવિધા બનાવાઇ છે. ત્રણથી ચાર મોટી લીફટ પણ ઉભી કરાઇ છે. આ ઇવીએમ વેરહાઉસનું ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ઉદઘાટન થાય તેવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીના જન્મદિવસે સેવા સેતુ કાર્યક્રમ યોજવા ઘડાતું આયોજન
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આગામી તા.2 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. આ નિમિત્તે તેમના હોમટાઉનમાં સેવાકીય ઉજવણીનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીના જન્મદિવસના સપ્તાહે અનેકવિધ સેવા કાર્યો હાથ ધરવામાં આવનાર છે. સાથે લોકસુવિધાના કામોના લોકાર્પણ પણ યોજાવાના છે.જેનું આયોજન હાલ ઘડાઈ રહ્યું છે. ઉપરાંત આ નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમ યોજવાની પણ કલેકટર તંત્રમાં વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં આવકના દાખલાઓ, રાશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ, મા-વાત્સલ્ય, મા-અમૃત્તમ કાર્ડ માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના સહિતની કામગીરી સ્થળ ઉપર જ થશે.