બેંક એકાઉન્ટના પૈસા બીજે ડાયવર્ટ કરી દેનારી સેલ કંપનીઓના અધિકૃત સહીકર્તાઓને જેલની હવા ખાવાની નોબત આવી શકે છે
બેંક એકાઉન્ટમાંના પૈસા બીજે ડાયવર્ટ કરી દેનારી શેલ કંપનીઓના ડિરેકટરો અને અધિકૃત સહીકર્તાઓને ૧૦ વર્ષ માટે જેલની હવા ખાવાની નોબત આવી શકે છે. એવી ચીમકી કેન્દ્ર સરકારે આપી છે. આ જ રીતે કાગળ પર જ અસ્તિત્વ ધરાવતી કંપનીઓએ ૩ કે વધુ વર્ષથી રીટર્ન ફાઇલ નહી કર્યા હોય તો તેવા સંજોગોમાં તેઓ અન્ય કોઇ કંપનીઓમાં ડિરેકટરના કે અધિકૃત સહી કર્યાના હોદા પર હશે તો તેમને ડિસ્કવોલિફાય કરી દેવાશે તેમને તેમના અન્ય કંપનીઓના હોદા છોડી દેવાની ફરજ પડાશે.
સરકારે શેલ કંપની સાથે સંકળાયેલા સી.એ., સી.એસ. અને કોસ્ટ એકાઉન્ટસની પણ યાદી તૈયાર કરી છે. બોગસ કંપનીઓના બેંકના ખાતાઓમાંથી નાણાંને અન્યત્ર ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો જે તે કંપનીના ડિરેકટરો કે સહીકર્તાને જેલના સળિયા પાછળ ધકેલી દેવાશે. તેમને ૬ માસથી લઇને ૧૦ વર્ષની સજા થઇ શકે છે.
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે ૨.૦૯ લાખ બોગસ કંપનીઓના રજીસ્ટ્રેશન રદ કરી દેવાયા છે. આ કંપનીઓ લાંબા સમયથી કોઇ જ બીઝનેશ ન કરતી હોવાથી તેમના નામ રદ કરી દેવામાં આવ્યા છે. આ કંપનીઓના બેન્ક એકાઉન્ટ પણ સ્થગિત કે ફ્રીઝ કરી દેવાની સુચનાઓ આપી દેવામાં આવી છે. બેંકના આ ખાતાઓમાંથી નાણાંને અન્યત્ર ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરનારને કડકમાં કડક સજા કરવામાં આવશે.