રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ત્રણ વર્ષમાં ચેલેજીંગ બનાવ ટેકનોલોજીની મદદથી પાર પાડયા
રાજકોટમાં એક સમય એવો હતો કે ધોકો પછાડે તે જ પોલીસ અધિકારી કડક ગણાતા અને ગુનેગારો પર સારી ધાક સાથે પકડ રહેતી હતી પરંતુ રાજકોટમાં ત્રણ વર્ષ પહેલાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ચાર્જ સંભાળી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ટેકનોલોજીની મદદથી ગંભીર ગુનાના ડીટેકશનની સાથે સાથે પ્રજાભિમુખ વહીવટ કરી પોતાની એક અલગ અને આગવી છાપ ઉભી કરી છે.
કોરોના અને વાવાઝોડા જેવી કુદરતી આફતમાં શહેર પોલીસ સ્ટાફ માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ માર્ગ દર્શક બની રહ્યા
પ્રજા ઉપયોગી કામગીરીની સાથે ગંભીર ગુનાના આરોપીઓને લીંબડાનો સ્વાદ પણ ચખાડયો છે. શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા શિવ જવેલર્સમાં થયેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા પરપ્રાંતિય ગેંગને ચંબલના ડેન્ઝર વિસ્તારમાંથી ઝડપી લઇ ચેલેજીંગ કહી શકાય તેવી લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. લોક ડાઉન દરમિયાન કલેકટરના બોગસ સહી-સિક્સાવાળા કાર્ડના આધારે રોફ જમાવતી ગેંગને ઝબ્બે કરી હતી. મ્યુકર માઇક્રોસીસમાં વપરતા ઇન્જેકશનના કાળાબજારના કાળા કોરોબારનો રાજયવ્યાપી પર્દાફાસ કરવામાં મહત્વની સફળતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગ દર્શન હેઠળ મળી છે.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની રાજયના પોલીસ ડીપાર્ટમેન્ટમાં ટેકનોસેવી તરીકેની આગવી ઓળખ ધરાવે છે તેનો રાજકોટની પ્રજાને સીધો લાભ મળ્યો છે. સેફ રાજકોટ એપ્લીકેશનની મદદથી હોમ કોરોન્ટાઇન થયેલા તમામ દર્દીઓ પર વોચ રાખી કોરોને આગળ વધતો પસરતો અટકાવ્યો છે. સુરક્ષિતા એપ્લીકેશન લોન્ચ કરી રાજકોટની મહિલાઓને પડતી તમામ મુશ્કેલીઓ દુર કરી સમયસર પોલીસ સરક્ષા મળી રહે તેવી મહત્વની વ્યવસ્થા ઉભી કરી આ ઉપરાંત ટ્રાફિક પોલીસ માટે ખાસ એપ્લીકેશન તૈયાર કરાવી ટ્રાફિક બ્રાન્ચને કેશલેશ બનાવવાની મહત્વની સિધ્ધી મેળવી છે.
રાજકોટમાં કોરોના મહામારી દરમિયાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કરાયેલી સુંદર કામગીરીને ધ્યાને લઇને રાષ્ટ્રીય કક્ષાનો સ્કોચ ગોલ્ડ એવોર્ડ એનાયત થયો હતો. રાજકોટ શહેર પોલીસની ઇ-કોપ એપ્લીકેશનને ગવર્નસ નાઉ ઇન્ડિયા પોલીસ એવોર્ડ, ગાર્ડી એવોર્ડ, કોવિડ-19ની ખુબ સારી કામગીરી બદલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એવોર્ડ આપી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કોપ ઓફ ધ મંથ દ્વારા પોલીસ સ્ટાફનું મોરલ વધાર્યુ છે. મહિના દરમિયાન જુદા જુદા પોલીસ મથકના કોન્સ્ટેબલથી લઇ એએસઆઇ સુધીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલી સારી કામગીરીની કદર કરી તેઓનું સન્માન કરી ઉત્સાહ વધાર્યો છે.
કેન્દ્ર અને રાજય સરકારના વેકસીનેશન અભિયાનને આગળ ધપાવવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સિધા માર્ગ દર્શન હેઠળ રાજકોટ શહેરના તમામ સુપર સ્પેડર્સ કહેવાય તેવા શાકભાજીની લારીવાળા, સ્વીગી ઝોમેટો સહિતની કંપનીઓના ડીલીવરી બોય, સફાઇ કામદારો અને ભિક્ષુકો જેવા સુપર સ્પેડરને વેકસીન અપાવી માનવીય અભિગમ દાખવ્યો છે. આ ઉપરાંત લોક ડાઉન દરમિયાન જરૂરીયાતમંદો માટે 24 કલાક રાહત રસોડુ શરૂ કરાવ્યું હજારોની જઠરાગ્ની ઠારી છે. સાથે સાથે લોક ડાઉન દરમિયાન પરપ્રાંતિય શ્રમજીવીઓને તેમના વતનમાં પહોચતા કરવાની મહત્વની કામગીરી કરી છે.
ગુજરાતની સૌથી આધૂનિક ડ્રીલ નર્સરી પોલીસ હેડ કવાર્ટર ખાતે બનાવી: સંભાળ યોજના અંતર્ગત 300થી વધુ સિનિયર સિટીઝનને દત્તક લેવાયા
સેફ અને સિક્યોર રાજકોટ રહે એ જ મારો ઉદ્દેશ્ય: મનોજ અગ્રવાલ
સેફ રાજકોટ એપ્લીકેશન દ્વારા ક્વોરન્ટાઈન કરેલ વ્યક્તિ પર વોચ
રાજકોટ શહેર ખાતે જે લોકોને હોમ ક્વોરન્ટાઈન કરેલ છે તેઓ પોતાના એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય છે. જેથી આવા હોમ ક્વોરન્ટાઈન કરેલ લોકો પર સતત વોચ રાખવા રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા સેફ રાજકોટ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવેલ હતી અને પોલીસ સ્ટાફ દ્વારા આવા હોમ ક્વોરન્ટાઈન કરેલ લોકો પર દર 2 કલાકે આવા લોકોને હાજરી પુરવા અંગે જણાવેલ અને તે અંગેની સમજ કરવામાં આવેલ છે. આજના આધુનિક યુગમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા એક નવીન અભિગમ અને ટેકનોલોજીનો ઉપયોગ કરી ક્વોરન્ટાઈન રહેલ લોકો માટે સેફ રાજકોટ એપ્લીકેશન લોન્ચ કરી
એક નવીનતમ અને અસરકારક માર્ગ અપનાવેલ છે. સેફ રાજકોટ એપ્લીકેશન એ જીપીએસ માધ્યમથી કનેકટેડ હોવાથી ક્વોરન્ટાઈન કરેલ વ્યક્તિ ઘરે હાજર રહીને જ હાજરી પુરે તે અનુશ્ર્ચીત કરી શકાય છે. રાજકોટ શહેરમાં કોરોના વાઈરસના કેદમાં એકંદરે વધારો થઈ રહ્યો છે. ત્યારે ટેકનોલોજીના માધ્યમથી કોરોના વાઈરસને અટકાવવા માટે સેફ રાજકોટ એપ્લીકેશન અસરકારક નિવડેલ છે. અનલોક-8 થી 12 દરમિયાન રાજકોટ શહેરમાં સેફ રાજકોટ એપની મદદથી 22066 વ્યક્તિઓને આ એપ દ્વારા ક્વોરન્ટાઈન ચેક કરવામાં આવેલ હતી. આ ક્વોરન્ટાઈનના સમયગાળા દરમિયાન 43820 ફોટો પાડી ક્વોરન્ટાઈન કરેલ લોકો ક્વોરન્ટાઈન નિયમોનો ભંગ ન કરે તે સુનિશ્ર્ચીત કરવામાં આવેલ હતું. ક્વોરન્ટાઈન ભંગ કરેલ લોકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી. આવા બેજવાબદાર લોકો પર ગુના દાખલ કરવામાં આવેલ હતા.
મ્યુકોરમાયકોસિસની સારવારમાં વપરાતા ઇન્જેક્શનની કાળાબજારીનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપાયું, 14 આરોપીની ધરપકડ
રાજકોટ શહેર પોલીસ કમિશ્રર મનોજ અગ્રવાલ તથા પોલીસ કમિશ્રર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્રર ઝોન-1 પ્રવિણ કુમાર તથા નાયબ પોલીસ કમિશ્રર ઝોન-2 મનોહરસિંહ જાડેજા દ્વારા હાલમાં સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય અને આ મહામારીમાંથી ઉદ્ભવેલ બીમારી (બ્લેક ફંગસ) મ્યુકરમાઇકોસિસની ઇન્જેક્શનની ખૂબ જ તંગી હોય તેમજ મ્યુકરમાઇકોસિસની સારવારમાં ખૂબ જ ઉપયોગી થતાં હોય જેથી ઇન્જેક્શનની શોર્ટેજ હોય જેમાં લેભાગૂ તત્વો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવી દર્દીને ઉંચી રકમે ગેરકાયદેસર ઇન્જેક્શનોનું વેંચાણ કરી કાળાબજાર કરી દર્દીની પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવે નહીં તે બાબતે તકેદારી રાખવા માટે રાજકોટ પોલીસ સતત કાર્યશીલ રહેલ રાજકોટ શહેર એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.વાય. રાવલની ટીમ દ્વારા આવા લેભાગુ તત્વો પકડવા માટે ડીકોય ગોઠવવામાં આવેલ હતી જેમાં આ ડીકોયમાં ઇન્જેક્શન ક્યાં અને કોની પાસેથી આવ્યા તે અંગેની ઊંડી તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
આ તપાસ દરમિયાન બે ડોક્ટર, ત્રણ નર્સિંગ સ્ટાફ, ત્રણ ફાર્માસ્યુટીકલ કંપની ડીસ્ટ્રીબ્યુટર સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની કાળાબજારીની ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી અને રાજ્ય વ્યાપી રેકેટનો પર્દાફાશ થયો હતો. આ તપાસ બદલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રાજકોટ શહેરની આ કામગીરીને બિરદાવવામાં આવેલ હતી. અને મ્યુકરમાઇકોસિસના આરોપીના જામીન પણ રદ કર્યા હતાં.
ઠેબચડાથી મળેલી બાળકીને દત્તક લઇ ‘અંબા’ નામ આપ્યું
શહેરની ભાગોળે આવેલા ઠેબચડાથી નવજાત બાળકી ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવી હતી. બાળકી સારામાં સારી સારવાર કરાવી હતી. સંવેદનસીલ મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ બાળકી મુલાકાત લઇ અગ્રવાલ દંપત્તી દ્વારા બાળકીની લેવાતી સાર સંભાળની પસંશા કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે બાળકીને ‘અંબા’ નામ આપવામાં આવ્યું હતું. ‘અંબા’ને ઇટાલીના દંપત્તીએ દત્તક લીધી હતી ત્યારે પણ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ભાવુક બની ગયા હતા.
મહિલાઓની વિશેષ સુરક્ષા માટે દુર્ગા શક્તિ ગૃપની સ્થાપના કરાઇ: સુરક્ષિતા એપ્લીકેશન મારફત અનેક મહિલાઓને ત્વરીત ન્યાય અપાયો
જુદા જુદા 08 રાજ્યોમાંથી રેલવેના બોગસ કોલ લેટર અને નકલી વેબસાઇટના માધ્યમથી ભારતીય રેલવેમાં નોકરી અપાવવાનું આંતરરાજ્ય કૌભાંડ પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ
મનોજ અગ્રવાલ પોલીસ કમિશ્રર રાજકોટ શહેર ખુરશીદ અહેમદ સંયુક્ત પોલીસ કમિશ્રર રાજકોટ શહેર તથા પ્રવિણકુમાર મીણા, નાયબ પોલીસ કમિશ્રર ઝોન-1 તથા મનોહરસિંહ જાડેજા, ઝોન-2 તથા ડી.વી.બસીયા મદદનીશ પોલીસ કમિશ્રર (ક્રાઇમ)ની સુચના અને માર્ગદર્શન આધારે વી.કે. ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના સીધા સુપર વિઝન હેઠળ પો.સ.ઇ. એ.એમ.વી. રબારીની ટીમ દ્વારા આંતરરાજ્ય બોગસ રીતે ભારતીય રેલવેમાં નોકરી અપાવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત તથા અન્ય રાજ્યના નોકરી મેળવવા ઇચ્છતા બેરોજગારીને રૂ.15 લાખ લઇ રેલવેમાં નોકરી આપવાની લાલચ આપવમાં આવતી હતી. આરોપી દ્વારા બોગસ કોલ લેટર આપી તેઓને નોકરી મળી ગયેલ છે અને બાદમાં તેઓના ખાતામાં પગાર પણ જમા કરવામાં આવતો હતો જેથી વિશ્ર્વાસમાં આવી તેઓ પોતાના સગાવહાલાને પણ જાણ કરી નોકરી માટે મોકલેલ હતા. તપાસમાં બહાર આવેલ કે બોગસ કોલ લેટર અને વેબસાઇટ સાથે સાથે આરોપીઓએ લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે નકલી ટ્રેનીંગ સેન્ટર પણ ઉભું કરેલ હતું. આ ઉપરાંત રેલવેનું બોગસ બેન્ક એકાઉન્ટ બનાવી પગાર પણ ચૂકવામાં આવતો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સફળ રેડ કરી તમામ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતાં અને મુદ્ામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા નારી સ્ટુડીયો બનાવ્યો
આંતર રાજ્ય લક્ઝરી ફોર વ્હીલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ
મનોજ અગ્રવાલ પોલીસ કમિશ્રર રાજકોટ શહેર ખુરશીદ અહેમદ સંયુક્ત પોલીસ કમિશ્રર રાજકોટ શહેર તથા પ્રવિણ કુમાર મીણા નાયબ પોલીસ કમિશ્રર ઝોન-1 તથા મનોહરસિંહ જાડેજા ઝોન-2 તથા ડી.વી.બસીયા મદદનીશ પોલીસ કમિશ્રર (ક્રાઇમ)ની સુચના અને માર્ગદર્શન આધારે વી.કે. ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના સીધા સુપરવિઝન હેઠળ પો.સ.ઇ. એએમ.વી.રબારીની ટીમે વધુ એક આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જુદા-જુદા રાજ્યોમાંથી ફક્ત લક્ઝુરિયસ કારની ચોરી કરતી ટોળકી પાસેથી કાર ખરીદનાર રાજકોટના પટેલ શખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને રૂ.23 લાખની ત્રણ લક્ઝુરિયસ કાર કબ્જે કરી હતી. ગાજીયાબાદ જિલ્લાના ઇન્દ્રાપુરમ, ગૌતમ બુધ્ધનગર નોઇડા સેક્ટર-49 અને ગૌતમ બુધ્ધનગરના બિસરખ પોલીસ મથક ખાતે નોંધાયેલા કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. દિલ્હી-એન.સી.આર., ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશમાંથી આ કામના સહ આરોપીઓએ લક્ઝરી ફોર વ્હીલ ચોરી કરી- કરાવી હોવાનું જાણતા હોવા છતાં ફાઇનાન્સમાંથી ખેંચેલ છે તેવું કહી વાવડી ગામના પરસોલી મોટર ગેરેજના માલિક રાહુલ ભરતભાઇ ઘીયાડ ગાજીયાબાદના
ઇન્દ્રાપુરમ પોલીસ સ્ટેશન, ગૌતમ બુદ્વ નગર નોઇડા, અને બિસરખ પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયેલ સ્કોર્પિઓ, ઇનોવા અને મારુતિ બ્રેજા કાર સાથે મળી આવતા મજકુરની અટક કરી કુલ મુદ્ામાલ રૂ.23,00,000 કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જોઇન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરી સુપર સ્પ્રેડર્સને વેક્સિનેટ કરાયા
રાજકોટ શહેરના કોરોના વોરીયર્સ પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહના પરિવારને સરકાર તરફથી મળેલ રૂ.25,00,000ની સહાયનો ચેક અર્પણ
રાજકોટ શહેર પોલીસ દિવસ રાત કોરોના સામેની લડાઇ મક્કમતાથી પોતાની ફરજ નિભાવતા પોલીસના જવાનોને બિરદાવે છે. કોરોનાની આ મહામારીમાં પોલીસના જવાનો પોતાના જીવન અને પરિવારની પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવતા હોય છે રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ પ્રવિણસિંહ ગોહિલના ઓ પોતાની ફરજ દરમિયાન કોરોના વાઇરસ સામે લડતા લડતા શરીદ થયેલ હતા. તેઓના પરિવારને સરકાર તરફથી મળેલ 25,00,000નો ચેક રાજકોટ શહેર પોલીસ કમિશ્રર દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.
કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા નાઈટ કરફ્યુનું સુપર વિઝન
રાજકોટ શહેરમાં ક્યાંય પણ ભીડ એકઠી ન થાય માટે આઈવે પ્રોજેકટ અંતર્ગત 950 જેટલા કેમેરાથી સમગ્ર શહેર પર દેખરેખ રાખવામાં આવે છે. રાત્રી કરફયુની શરૂઆત થાય ત્યારથી જ જ્યાં પણ કરફયુ ભંગ થતો હોય તેના ફોટોગ્રાફ પાડી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવે છે અને કામગીરી કરવા માટે જણાવવામાં
શહેરમાં વાહન ચેકિંગ સજ્જડ કામગીરી
પોલીસ કમિશનરના આદેશથી ડીસીપી પ્રવિણકુમાર ઝોન-1 નેતૃત્વમાં વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં તથા ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં ઝોન-2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ, નાકા પોઈન્ટ તેમજ અન્ય સ્થળોએ લોકો બિનજરૂરી વાહન સાથે બહાર ન નિકળે તેના માટે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવે છે. જેનું ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ રાખવામાં આવે છે. વાહન ચેકિંગ કરતી વખતે વ્યક્તિની પુછપરછ કરી બિનજરૂરી બહાર ફરતા હોય તો તેમના વાહન ડીટેઈન અને જાહેરનામા કેસ જેવી કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજકોટ શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલીંગની અસરકારક કામગીરી
પોલીસ કમિશનરના આદેશથી તમામ લોકડાઉનમાં ડીસીપી પ્રવિણકુમારના નેતૃત્વમાં ઝોન-1 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના તથા તમામ ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં ઝોન-2 વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના દરેક વિભાગના એસીપી સાથે તેમજ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે તમામ લોકડાઉનમાં ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હતી. પેટ્રોલીંગ દરમિયાન બિનજરૂરી રસ્તામાં ફરતા લોકોને સુચના આપવા તેમજ લોકોને ઘરમાં રહેવા માટે સુચના આપવામાં આવે છે.
જે.ઈ.ટી. ટીમ દ્વારા ક્ધટેઈમેન્ટ ઝોનમાં સઘન બંદોબસ્ત
રાજકોટ શહેર પોલીસ મનોજ અગ્રવાલના માર્ગદર્શનથી રાજકોટ શહેરમાં કોરોના વાઈરસ સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ક્ધટેઈમેન્ટ ઝોનમાં નિયમોનું પાલન થાય અને ક્વોરન્ટાઈન કરેલ લોકો બહાર ન નીકળે તે માટે જે.ઈ.ટી. (જોઈન્ટ એન્ફોર્સમેંટ ટીમ)ની રચના કરવામાં આવેલ છે. ટીમમાં દરેક વોર્ડના ઈન્ચાર્જ તરીકે પોલીસ સબ ઈન્સ્પેકટર કક્ષાના અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. આ પીએસઆઈ પોતાના વોર્ડના પ્રભારી સાથે મળીને ક્વોરન્ટાઈન કરેલ લોકો નિયમ ભંગ ન કરે તે અંગેની તકેદારી રાખે છે અને તેઓના ફોનમાં સેફ રાજકોટ એપ્લીકેશન ડાઉનલોડ કરી જીપીએસ સીસ્ટમ મારફત સતત તેઓની દેખરેખ રાખવામાં આવે છે. જો લોકો નિયમ ભંગ કરે તો તેઓ વિરુધ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે અને વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરે તો તે સમરસ ક્વોરન્ટાઈન સેન્ટર ખેત શિફટ કરવાની કામગીરી કરવામાં આવે છે.
રાજકોટ શહેર પોલીસે ઈનોવેશન હબ સાથે એમ.ઓ.યુ. ર્ક્યા
રાજકોટ શહેર પોલીસ ટેકનોસેવી પોલીસ કમિશનરની આગેવાનીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવી રહી છે. સુરક્ષા કવચ, ઈ-કોર્પ, આઈ-વે પ્રોજેકટ, મહાકવચ પ્રોજેકટ જેવા ટેકનોલોજીથી સંચાલીત એપ્લીકેશન અને સીસ્ટમનો ઉપયોગ કરી ઉત્તમ કામગીરી બજાવી રહી છે. રાજકોટ શહેરની આ કામગીરીને વધુ સારી બનાવવા માટે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા ઈનોવેટીવ હબ માટે એમઓયુ કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત રાજકોટ શહેર પોલીસ વધુ કાર્યદક્ષતાથી અને સચોટ રીતે કામગીરી કરે તે પ્રકારના પ્રોજેકટ હાથ ધરવામાં આવશે.
પોલીસ પરિવાર માટે ક્વોરન્ટાઇન સેન્ટરની સુવિધા
રાજકોટ શહેર પોલીસના જવાનો દિવસ-રાત પોતના પરિવારની ચિંતા કર્યા વગર પોતાને ફરજ બજાવે છે. રાજકોટ શહેર પોલીસના 500થી વધુ પોલીસ અધિકારી, કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેઓના પરિવારજન પણ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં. સંક્રમિત કોરોના કર્મચારી ક્વોરન્ટાઇન રહી શકે તે માટેની વ્યવસ્થા પોલીસ સ્ટેશન લેવલથી કરવામાં આવી હતી. આ ઉપરાંત રીસોર્ટ બૂક કરાવીને પણ જે અધિકારી, કર્મચારી ક્વોરન્ટાઇન રહેવા માંગતા હોય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાજકોટ શહેર પોલીસની દુર્ગાશક્તિ ટીમ દ્વારા સીનીયર સીટીઝનને મદદ
રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શનથી આજથી દોઢ વર્ષ પહેલાં રાજકોટ શહેરની મહિલા પોલીસનો ઉપયોગ કરી દુર્ગા-શક્તિ ટીમની રચના કરવામાં આવેલ હતી. મહિલાઓની સુરક્ષા અને સ્વાભિમાન માટે આ ટીમ હંમેશા કાર્યરત રહે છે કોરોના કાળમાં દુર્ગા-શક્તિ ટીમ દ્વારા ‘પ્રોજેક્ટ નમન’ સીનીયર સીટીઝનને મદદ કરવામાં અભૂત-પૂર્વ ઉદાહરણ પૂરા પાડ્યા છે. માલવીયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વૃધ્ધને પૈસા પરત મેળવવા માટે દુર્ગા-શક્તિ ટીમ દ્વારા મદદ કરવામાં આવી છે. આ વૃધ્ધ દ્વારા દુર્ગા-શક્તિ ટીમને આર્શિવાદ આપવામાં આવ્યા હતાં. જ્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વૃદ્વના ઘરનો દરવાજો વાવાઝોડા દરમિયાન તૂટી ગયો હતો જે દુર્ગા-શક્તિ ટીમ દ્વારા રીપેર કરી આપવામાં આવ્યો હતો અને માનવતાનું ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું હતું.
તાઉતે વાવાઝોડા દરમિયાનની કામગીરી
રાજકોટ શહેર પોલીસ તારીખ 18 મેંના રોજ તાઉતે નામક વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ્યું હતું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આ વાવાઝોડું રાજકોટને પણ અસર કરવાનું હતું જેના આગોતરાન આયોજન રૂપે પોલીસ કમિશ્રરએ તમામ અધિકારી, કર્મચારીને 48 કલાક ઘરે ન જવા અને પોલીસ સ્ટેશન ખાતે જ ભોજન કરવા માટે સૂચના આપી હતી. આગોતરા આયોજનના ભાગરૂપે કરેલ તૈયારીથી રાજકોટમાં કોઇ મોટી જાનહાની થઇ ન હતી. અમરેલી જીલ્લામાં પ્રભાવિત વિસ્તારોમાં રાશનકીટની ગાડી મોકલીને રાજકોટ શહેર પોલીસે માનવતાનું પણ ઉદાહરણ પુરું પાડ્યું હતું.
શિવ જ્વેલર્સમાં થયેલ લૂંટના પર-પ્રાંતિય આરોપીઓને મુદ્ામાલ સાથે ઝડપી લેતા ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ
રાજકોટ શહેર સામાકાંઠા એટલે કે બી-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 26/04/2021ના રોજ ફાયર આર્મ્સનો ઉપયોગ કરી સોના ચાંદીના દાગીના સહિત 85,00,000 રૂ.ની લૂંટ થયેલ હતી. લૂંટનો ભેદ ઉકેલવા અને તમામ આરોપીને ઝડપી પાડવા માટે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમ તપાસમાં લાગી ગયેલ હતી.
મનોજ અગ્રવાલ પોલીસ કમિશ્રર રાજકોટ શહેર મે. ખુરશીદ અહેમદ સંયુક્ત પોલીસ કમિશ્રર રાજકોટ શહેર તથા પ્રવિણકુમાર મીણા નાયબ પોલીસ કમિશ્રર ઝોન-1 તથા મનોહરસિંહ જાડેજા ઝોન-2 તથા ડી.વી. બસીયા મદદનીશ પોલીસ કમિશ્રર (ક્રાઇમ) ની સુચના અને માર્ગદર્શન આધાર. વી.કે. ગઢવી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના સીધા સુપરવિઝન હેઠળ લૂંટના આરોપી તથા મુદ્ામાલ શોધવા માટે દરેક ટીમને અલગ અલગ ટાસ્ક આપવામાં આવેલ હતા.
ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાન, હરીયાણા, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ ખાતે તપાસમાં રવાના થઇ હતી. ગુનાના આરોપી અન્ય રાજ્યોમાં પણ લૂંટ કરી વોન્ટેડ જાહેર થયેલ હતા તેમજ એક આરોપી પર રાજસ્થાનમાં રૂ.5000નું ઇનામ પણ જાહેર કરવામાં આવેલ હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડી તમામ આરોપી તથા લૂંટમાં ગયેલ તમામ મુદ્ામાલ રીક્વર કર્યો હતો. મ્હે. પોલીસ કમિશ્રર દ્વારા ટીમના સભ્યોને રૂ.15000નું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.