મોટામવા રેવન્યુ સર્વે નંબરની જમીનની લાગુ સરકારી ખરાબાની જમીન નામે કરાવી દેવા માટે જુદી જુદી ફીના બહાને કટકે કટકે રૂ. 73 લાખ લઇ ખોટા દસ્તાવેજો ઉભા કરી જમીન પચાવી પાડવાના લેન્ડ ગ્રેબિંગના ગુનામાં કેતન વોરા ની ચાર્જશીટ બાદની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.રાજકોટ મોટામવામાં રહેતા અશ્વિન ધીરૂભાઈ પરસાણાને કેતન પરસોતમભાઈ વોરા (રહે. રામધણ આશ્રમની બાજુમાં, મવડી બાયપાસ, રાજકોટ) સાથે મીત્રતા હોય અને અશ્વિનભાઈની ખેતીની જમીન મોટામવાના રે.સ.નં. 135 પૈકી 1માં આવેલ હોય અને તેની બાજુમાં લાગુ સ2કારી ખરાબો રે.સ.નં. 180 પૈકીની જમીન આવેલ હોય જે જમીન પોતાના નામે ક2વા માટે કેતનભાઈ વોરાનો સંપર્ક કરેલ આ કેતનભાઈએ અશ્વિનભાઈને બહાદુરસિંહ માનસિંહ ચૌહાણનો સંપર્ક કરાવેલ અને તેઓએ આ સરકારી જમીન અશ્વિનભાઈના નામે ખાતે કરી દેવા માટે ખાતરી આપેલ હતી.
આ બાબતે અશ્વિન પરસાણાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉપરોક્ત ખરાબો નામે કરાવી દેવા માટે આરોપીઓએ અશ્વિનભાઈ પાસેથી કટકે કટકે કુલ રૂા.73 લાખ લઈ લીધેલ હતા અને ઉપરોકત સરકારી ખરાબાના બોગસ ડોકયુમેન્ટ બનાવી અશ્વિનભાઈને આપેલ હતા. જેઓએ આ ડોકયુમેન્ટ બાબતે તપાસ કરાવતા હકીકતે જુદા જુદા 10 કાગળો ખોટા હોવાનું જણાયું હતું,
આવા કોઈ ઓર્ડર મામલતદાર કચેરીમાંથી બનેલ ન હતા. આથી અશ્વિનભાઈએ રાજકોટના કલેકટર સમક્ષ ફરિયાદ અરજી કરી હતી. જેમાં તપાસ બાદ મામલતદારે આરોપી કેતન પ2સોતમભાઈ વોરા, બહાદુરસિંહ માનસીંગ ચૌહાણ વિરૂધ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.17/1/21 ના રોજ આઈ.પી.સી. કલમ 406, 420, 465, 467, 468, 471, 114 તેમજ લેન્ડગ્રેબિંગ એકટની કલમ 4(1), 4(2), પ(સી) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જેમાં આરોપીઓની ધ2પકડ થયેલ હતી. ત્યારબાદ તેમાં તપાસ કરનાર અધિકારીએ તપાસના અંતે ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરેલ હતું.
ઉપરોકત ગુન્હામાં ચાર્જશીટ થતા આરોપી કેતન વોરાએ સ્પેશિયલ અદાલતમાં કરેલી જામીન અરજી નામંજૂર થતા તેણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી, તેમાં આરોપી ત2ફે એ મતલબની રજુઆત કરેલ હતી કે આરોપીઓએ કોઈપણ જાતની 2કમ લીધેલ નથી કે કોઈપણ જાતના બોગસ ડોકયુમેન્ટ બનાવેલ નથી તેમજ આરોપીનો કોઈ ગુન્હાહીત ભુતકાળ નથી તથા આરોપી વિરૂધ્ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઈ પુરાવો મળી આવતો નથી. તેવી ધારદાર રજુઆતો આરોપી પક્ષના વકીલ ધ્વારા કરવામાં આવેલ હતી.
બંન્ને પક્ષોની વિસ્તૃત દલીલોના અંતે ગુજરાત હાઈકોર્ટે આરોપી કેતન પ2સોતમ વોરાને જામીન મુકત કરતા હુકમમાં ઠરાવેલ હતું કે, પોલીસના કેસ મુજબ આરોપીએ વોટસએપ મારફત જે દસ્તાવેજોના ફોટા મોકલાવેલ તે દસ્તાવેજોના આરોપીએ નાશ કરેલ હોવાનું જણાવેલ છે. પરંતુ કોઈ દસ્તાવેજો નાશ કરેલ હોવાનો પુરાવો પોલીસ બતાવી શકેલ નથી. તેમજ વોટસએપ મેસેજની જે વિગતો છે તે કયા મોબાઈલ નંબર પરથી કરવામાં આવેલ છે, તે પણ પોલીસ બતાવી શકેલ નથી, ત્યારે આરોપીને અદાલતની પરવાનગી વિના ભારત દેશને ન છોડવાની શરતે જામીન પર મુકત કરવાનો આદેશ ફરમાવેલ હતો.
આ કામમાં આરોપી કેતન વોરા તરફે જાણીતા એડવોકેટ તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કરણસિંહ ડાભી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા અને નિતીન અમીન રોકાયેલા હતા.