ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે..અને બોર્ડની વેબસાઈટ પર પરિણામ મુકાયુ છે.જેને વિદ્યાર્થીઓ સ્કૂલના ઈંડેક્સ નંબર અને પાસવર્ડથી લોગ-ઈન કરી ડાઉનલોડ કરી શકે છે. રાજકોટ જિલ્લામાં કુલ 7680 વિદ્યાર્થીઓ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયા હતા.
જેમાં રાજકોટના કુલ 829 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે અને સમગ્ર રાજ્યમાં A1 ધરાવનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ રાજકોટમાં નોંધાયા છે. આ ઉપરાંત A2 ગ્રેડ ધરાવનાર વિદ્યાર્થીઓ 2112 નોંધાયા છે. રાજકોટના છાત્રો આજે વહેલી સવારે જ પોતાનું પરિણામ જોવા પોતાની સ્કૂલે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓના ચહેરા પર પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ઇતિહાસમાં પ્રથમવાર ધો.12 સાયન્સનું 100 ટકા પરિણામ
રાજ્યના 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો
કોરોના મહામારીના કારણે રાજ્ય સરકારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 40 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યુ છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ધોરણ 10ના પરિણામના 50 માર્કસ, ધોરણ 11ના 25 માર્કસ, તેમજ ધોરણ 12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાયા છે.
જો વિદ્યાર્થીને પરિણામથી સંતોષ ન હોય તો 15 દિવસમાં પોતાનું પરિણામબોર્ડની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે. જો કે આ માટે અસંતુષ્ટ છાત્રો રિઝલ્ટની કોપી જમા કરાવી ફરી કસોટી આપી શકશે.
A ગ્રુપમાં 466 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ અને B ગ્રુપમાં 657 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા
પરિણામથી અસંતુષ્ટ છાત્રો રિઝલ્ટની કોપી જમા કરાવી ફરી કસોટી આપી શકશે
આ વર્ષે કોરોના મહામારીના કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી જેના કારણે આ વર્ષેનું પરિણામ પણ થોડું અલગ છે. બોર્ડના ઇતિહાસમાં ક્યારે નથી થયું તેવું જોવા મળ્યું છે. ગુજરાત 12 સાયન્સનું રિઝલ્ટ 100% આવ્યું છે. જે બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત છે.
ગુજરાત બોર્ડ દ્વારા 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે ત્યારે 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. પરિણામમાં A ગ્રુપમાં 466 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા તેમુજ B ગ્રુપમાં 657 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા છે.રાજકોટમાં ધો.12 સાયન્સમાં કુલ 9 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓ રિઝલ્ટ જોવા માટે આતુર છે પરંતુ તેઓ મોબાઈલ પરથી પરિણામ જોઈ શકે નહિ. પરિણામ ચેક કરવા માટે તેઓએ ડેસ્કટોપનો જ ઉપયોગ કરવો પડશે. સાથે જ વિદ્યાર્થીઓને હાલમાં માર્કશીટ આપવામાં નહીં આવે. પરંતુ આગામી સપ્તાહમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જાય તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હશે તો 15 દિવસમાં જ પોતાનું પરિણામ બોર્ડમાં જમા કરાવવાનું રહેશે.