પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાના વિરોધમાં આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કાર્યકરો રસ્તા પર સુઈ ગયા હતા.
પોલીસ દ્વારા 8 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા પણ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોટેચા ચોકથી એક સાયકલ રેલી યોજવામાં આવી હતી. સતત ભાવ વધારાથી દેશની જનતા તોબા પોકારી ગઈ છેે. રાજકીય પક્ષો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવી રહ્યાં છે. છતાં કેન્દ્ર સરકારના પેટનું પાણી પણ હલતું નથી.