જીલ્લા બક્ષીપંચ મોરચાની પ્રથમ કારોબારી બેઠક અંતર્ગત જીલ્લા ભાજપ પ્રમુખનો શુભેચ્છા સંદેશ
મોરચાના વિવિધ અગ્રણીઓએ કર્યું ઉદ્બોધન : આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ કામગીરી કરી બતાવવાનું આહવાન કર્યું
રાજકોટ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ ગઇ. આ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે મનસુખભાઇ ખાચરીયાએ સૌપ્રથમ વખત રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની બેઠક મળી અને જેમાં સો ટકા હાજરી જોઇ તેઓએ ખુશી સાથે અભિનંદન પાઠવ્યા હતા અને જણાવેલ કે, આવનારી 2022ની ચુંટણીમાં બક્ષીપંચ મોરચાની સૌથી મહત્વની ભૂમિકા રહેશે અને ગુજરાતના વિકાસ કાર્યો અંગેની વિસ્તૃત માહિતી આપી હતી અને સમગ્ર રાજકોટ જિલ્લામાં બક્ષીપંચ મોરચો ખૂબ જ શ્રેષ્ઠ અને સારી કામગીરી કરે તે બાબતની સૌને શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાએ જણાવેલ કે, બક્ષીપંચ મોરચામાં રાજકોટ જીલ્લો ગૌરવવંતો છે. આ તકે ગુજરાતમાં બક્ષીપંચ મોરચો શ્રેષ્ઠ કામગીરી કરીને બતાવે તે પ્રકારની શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુજરાત સરકારની વિકાસગાથા માહિતી આપી હતી અને તમામ નવનિયુક્ત જીલ્લાના હોદ્ેદારો તેમજ શહેર અને તાલુકાના પ્રમુખ અને મહામંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજકોટ જિલ્લા 5ંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવેલ કે રાજકોટ જીલ્લા પંચાયત તાજેતરમાં જ એક નવી એપનું લોન્ચ કર્યું જે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેમાં એટલી બધી માહિતીઓ સમાયેલ છે કે જે આપ સૌને વધારેમાં વધારે ઉપયોગી બનશે.
આ સાથે ખાસ આમંત્રિત મહેમાન તરીકે રાજકોટ જિલ્લાના પ્રભારી અને ગુજરાત બક્ષીપંચ મોરચાના મંત્રી મયુરભાઇ માંજરીયાએ પણ ગુજરાત બક્ષીપંચ મોરચાને વધુ મજબૂત બનાવવા બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
આ સાથે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરા, ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મયુરભાઇ માંજરીયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રીઓ નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરભા, જીલ્લા બક્ષીપંચ મોરચા મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, નવીનપરી ગોસ્વામી સહિતના જીલ્લા ભાજપ આગેવાનોએ ઉપસ્થિત તમામ હોદ્ેદારોનું નિમણૂંક પત્ર આપી નવનિયુક્ત બક્ષીપંચ મોરચાની કારોબારીને અભિનંદન આપ્યા હતાં.
રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરભાએ જણાવેલ કે રાજકોટ જીલ્લામાં બક્ષીપંચના લોકોની વસ્તી મોટા પ્રમાણમાં હોય ત્યારે છેવાડાના ગામ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે એ માટે ઉપસ્થિત તમામ હોદ્ેદારોને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા વિવિધ યોજના માટે જાહેર કરેલ નંબર 02612300000 સાચવી અને આ નંબર પરથી યોજનાની માહિતી લઇ છેવાડાના માનવીને લાભ મળે એવી તમામ હોદ્ેદારોએ કામગીરી કરવી જોઇએ.
રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કિશોરભાઇ રાઠોડએ સૌને આવકારતા જણાવેલ કે, ગુજરાતમાં બક્ષીપંચ મોરચાની વસ્તીની દ્રષ્ટિએ જોઇએ તો પણ સૌથી વધારે આપણા બક્ષીપંચની વસ્તી છે ત્યારે આવનારી 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લામાં બક્ષીપંચની શ્રેષ્ઠ કામગીરી ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે તે પ્રકારે તમામ નવનિયુક્ત હોદ્ેદારોએ રાજકોટ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરીને બતાવવાની છે.કાર્યક્રમનું સંચાલન કિશોરભાઇ રાઠોડ તેમજ આભારવિધિ નવીનપરી ગોસ્વામીએ કરી હતી.
રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા યોજાયેલ પ્રથમ કારોબારી પરિચય બેઠકને સફળ બનાવવા માટે કાર્યાલય પ્રભારી અલ્પેશભાઇ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડા, નિમેશભાઇ અગ્રાવત, દેવેન્દ્રભાઇ બારોટ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.