નેટવર્કના ધાંધીયા, મોબાઈલની અછત વગેરે જેવી પ્રતિકુળ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓએ જામનગરનું માન વધાર્યુ; શિક્ષકો દ્વારા ચાલી રહેલા શેરી શિક્ષણનો નિર્ણય પણ કાબિલેદાદ
જામનગર બાદ નવસારી, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ વર્ચ્યુઅલ કલાસમાં ક્રમશ: ટોપ ટેનમાં કોરોના પ્રકોપને પગલે દરેક ક્ષેત્રમાં ધરમૂડથી ફેરફાર થયા છે. જેમાંથી શિક્ષણ જગત પણ બાકાત નથી. હાલ ઓનલાઇન શિક્ષણએ કલાસરૂમના પ્રયાર્ય સમાન સાબિત થઇ રહ્યું છે. જામનગર સહિત રાજયભરમાં વર્ચ્યુલ કલાસથી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.જેમાં ગાંધીનગરના રિર્પોટ મુજબ જામનગર જિલ્લામાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાતા હોવાથી રાજયભરમાં જામનગર ટોપ સ્થાન ઉપર છે.
જિલ્લાના ઉચ્ચ અધિકારીઓના કુશળ માર્ગદર્શન અને શિક્ષકોની મહેનત તથા વિદ્યાર્થીઓની લગનથી જામનગરને ગૌરવવંતુ સ્થાન મળ્યું છે. કોરોના મહામારીને કારણે શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ વિપરીત અસર થઇ છે.સંપૂર્ણ શિક્ષણ વ્યવસ્થા સખળડખળ થઇ છે. તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ અપનાવવામાં આવ્યું છે. રાજયભરના વિદ્યાર્થીઓને વર્ચ્યુલ કલાસ થકી શિક્ષણ અપાઇ રહ્યું છે જે કોરોના કાળમાં ખૂબ ઉપયોગી વિકલ્પ સાબિત થયો છે.
ઓનલાઇન શિક્ષણ દરમ્યાન મોબાઇલ નેટવર્કના ધાંધીયા, આ ઉપરાંત ઘર દીઠ માત્ર એક જ મોબાઇલ હોય, વધુમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે અલગ રૂમની વ્યવસ્થાનો અભાવ સહિતની અનેક પ્રતિકુળ પરિસ્થિતિઓ વચ્ચે પણ જામનગરે રાજયભરમાંથી વર્ચ્યુલ કલાસમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે.માઇક્રા ેસોફટ ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને યુઝર આઇ.ડી.આપી નંબર જનરેટ કરાયા છે. જેના આધારે કમાન્ડ ઇન ક્ધટ્રોલ સેન્ટર-ગાંધીનગર દ્વારા કેટલા બાળકો રાજયમાં જોડાઇ છે તેનું રિપોર્ટ કાર્ડ કાઢવામાં આવે છે.
રિપોર્ટ આધારે જામનગર રાજયભરમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ વર્ચ્યુલ કલાસમાં જોડાતા હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. જામનગરના એકટીવ યુઝર 46821 છે. આ ઉપરાંત બીજા સ્થાન ઉપર નવસારી ત્યારબાદ દેવભૂમિ દ્વારકા અને રાજકોટે વર્ચ્યુલ કલાસમાં ક્રમશ: ટોપ 10માં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત જામનગર તાલુકાના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં એડમીશન લીધી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં જામનગર પંથકની શાળાઓના શિક્ષકો દ્વારા ચાલી રહેલા શેરી શિક્ષણનો નિર્ણય પણ કાબીલેદાદ છે.
શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી સિધ્ધી મળી: એચ.આર.હડિયા
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એચ.આર.હડિયાએ જણાવ્યું હતું કે, વર્ચ્યુલ કલાસ કમાન્ડ ઇન ક્ધટ્રોલ સેન્ટર ગાંધીનગરના રિપોર્ટ મુજબ જામનગરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવે છે. જે જામનગર માટે ગર્વની વાત છે. શાળાના તમામ શિક્ષકો શિક્ષણદાન માટે ખંત પૂર્વક મહેનત કરી રહ્યાં છે. ઉપરાંત બાળકો પણ લગનથી શિક્ષણ મેળવતા હોવાથી આ સિધ્ધી હાંસલ થઇ શકી છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સાતત્યતા જળવાઇ રહે તે માટે હાલની સ્થિતિએ ઓનલાઇન શિક્ષણ ખૂબ મહત્વનું હોવાથી વધુ વિદ્યાર્થીઓ જોડાઇ તે આવકાર દાયક બાબત છે.